Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ

ગુજરાત સરકારે ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને 6 ઓગસ્ટથી જ એનાલોગ પનીર, ચીઝ અને બટરનાં ઉત્પાદન તથા વેચાણ પર પ્રતિબંધ મૂકવાની સરકારે જાહેરાત કરી છે. આ મામલે નિયમભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં કોઈપણ રેસ્ટોરાંમાં એનાલોગ પનીર કે ચીઝ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી શકાશે નહીં. મહારાષ્ટ્ર સરકારે 1 વર્ષ માટે એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ સહિત પર પ્રતિબંધ લગાવ્યાનાં અમુક જ કલાક બાદ ગુજરાતમાં પણ મોટો નિર્ણય લેવાયો છે.
જોકે, મહારાષ્ટ્ર એ હાલ 1 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં ભંગ પર 6 મહિનાની જેલ કે 1 લાખનાં દંડની સજા કરાશે.
રાજ્યમાં એનાલોગ પનીરનું ચલણ વધ્યું, શું છે આ વસ્તુ?એનાલોગ પનીર એ વાસ્તવમાં અસલી દૂધનું પનીર હોતું જ નથી. પરંતુ તેનો દેખાવ અને સ્વાદમાં અસલ પનીર જેવો જ હોય છે, જ્યારે કે એ એક કૃત્રિમ ઉત્પાદન હોય છે. તે દૂધની ચરબી કાઢીને કે વગર દૂધે પામ ઓઈલ, વનસ્પતિ તેલ, સ્ટાર્ચ અને કેમિકલ્સ ભેળવીને બનાવવામાં આવતું હોય છે.
બાતમીના આધારે તપાસ માટે દરોડા પાડવામાં આવે છેઃ પાનસેરિયાઆરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, 'ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નિયમિત ટેસ્ટિંગ અને મળતી બાતમીના આધારે તપાસ માટે દરોડા પાડવામાં આવે છે. તપાસ દરમિયાન કેટલાક સ્થળોએ એનાલોગ ડેરી ઉત્પાદનોનો ઉપયોગ અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. ગ્રાહકોનાં આરોગ્યની સુરક્ષા અંગે આ નિર્ણય લેવાયો છે.'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati