અમિત રાય, મુંબઈ 300 મીમી વરસાદથી પાલઘર-વસઈ-વિરારમાં પૂર જેવી સ્થિતિ, રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ; શાળાઓ-કોલેજો બંધ, પરીક્ષાઓ પણ મુલતવી
મહારાષ્ટ્રમાં ચોમાસાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને પાલઘર જિલ્લામાં માત્ર બે કલાકમાં અંદાજે 300 મીમી એટલે કે લગભગ 12 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ભારે વરસાદના કારણે પાલઘરથી વસઈ, વિરાર અને નાલાસોપારા સુધીના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

પાલઘરમાં 300 મીમી વરસાદ, શહેરની ડ્રેનેજ વ્યવસ્થા ઠપ
પાલઘર વિસ્તારમાં છેલ્લા બે કલાકમાં પડેલા 300 મીમી વરસાદને કારણે સમગ્ર શહેરની ડ્રેનેજ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. વરસાદી પાણી પાલઘરથી વસઈ અને વિરાર તરફ સતત વહેતું હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો ઝડપથી વધી રહ્યો છે. શહેર અને જિલ્લાના મોટા ભાગના ડ્રેનેજ ચેનલો છલકાઈ ગયા છે, જ્યારે સ્ટેશન આસપાસ પાણીનું સ્તર પ્લેટફોર્મની સપાટી સુધી પહોંચી ગયું છે. અનેક માર્ગો પર ઘૂંટણથી પણ ઉપર પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને લોકોને જરૂરી કામ માટે પણ બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
નાલાસોપારા અને વસઈમાં પાણીનો કહેર, લોકલ ટ્રેનો ધીમી પડી
ભારે વરસાદની સૌથી વધુ અસર નાલાસોપારા અને વસઈ વિસ્તારમાં જોવા મળી રહી છે. નાલાસોપારા રેલવે સ્ટેશન પાસેના ટ્રેક વરસાદી પાણીમાં ડૂબી જતાં મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેવાની ગતિ ધીમી કરવામાં આવી છે. ટ્રેનો હાલ ચાલુ છે, પરંતુ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રતિબંધિત ગતિએ દોડાવવામાં આવી રહી છે. વસઈ વિસ્તારના લગભગ 30થી 40 હાઉસિંગ સોસાયટીઓ પાણીથી ઘેરાઈ ગઈ છે, જેના કારણે આખો વિસ્તાર ટાપુ જેવો દેખાઈ રહ્યો છે. રહેવાસીઓને દૈનિક જીવન માટે જરૂરી વસ્તુઓ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
મુંબઈમાં નાલાસોપારા રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ