અમિત રાય, મુંબઈમહારાષ્ટ્ર સરકાર હવે રમતગમત ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચવા જઈ રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના વિઝનરી નેતૃત્વ હેઠળ મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં 1 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું એક અત્યાધુનિક અને વિશ્વસ્તરીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની હિલચાલ તેજ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાની સાથે જ મહારાષ્ટ્ર ગ્લોબલ સ્પોર્ટ્સ હબ તરીકે ઉભરી આવશે.
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમોમાં સ્થાન પામશેહાલમાં અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. મહારાષ્ટ્રમાં પ્રસ્તાવિત આ નવું સ્ટેડિયમ પણ 1 લાખથી વધુ પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા ધરાવતું હશે, જે તેને વિશ્વના ટોચના સ્ટેડિયમોની યાદીમાં સ્થાન અપાવશે. આ માત્ર એક મેદાન નહીં, પરંતુ એક સંપૂર્ણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે વિકસાવવામાં આવશે, જ્યાં ફેન એક્સપિરિયન્સ અને ઈન્ટિગ્રેટેડ અર્બન ડેવલપમેન્ટના નવા માપદંડો સ્થાપિત થશે.
સ્પોર્ટ્સ ટુરિઝમ અને અર્થતંત્રને મળશે વેગમહારાષ્ટ્ર સરકારનું માનવું છે કે આ મેગા પ્રોજેક્ટ માત્ર ક્રિકેટ પ્રેમીઓ માટે જ નહીં, પરંતુ રાજ્યના પ્રવાસન અને અર્થતંત્ર માટે પણ વરદાન સાબિત થશે.
- આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ: આટલી મોટી ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ હોવાથી મુંબઈમાં વર્લ્ડ કપ ફાયનલ અને મોટી આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન સરળ બનશે.
- સ્પોર્ટ્સ ટુરિઝમ: વિશ્વભરના ક્રિકેટ ચાહકો અહીં આવશે, જેનાથી હોસ્પિટાલિટી અને લોકલ બિઝનેસને મોટો ફાયદો થશે.
- યુવા પ્રતિભાને મંચ: ગ્રાસરૂટ લેવલથી લઈને પ્રોફેશનલ લેવલ સુધીના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે.
જો આ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમાં પૂર્ણ થશે, તો મુંબઈ અને તેની આસપાસનો MMR વિસ્તાર દુનિયાના સૌથી મોટા ક્રિકેટિંગ સેન્ટર તરીકે પ્રસ્થાપિત થઈ જશે.

