Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મહારાષ્ટ્રના થાણેમાં ઘોડબંદર રોડ પર ભયાનક અકસ્માત: 12 ટન ગોળ ભરેલી ટ્રક બ્રિજ પરથી નીચે લટકી, મોટી જાનહાનિ ટળી

મહારાષ્ટ્રના થાણેમાં ઘોડબંદર રોડ પર ભયાનક અકસ્માત: 12 ટન ગોળ ભરેલી ટ્રક બ્રિજ પરથી નીચે લટકી, મોટી જાનહાનિ ટળી

થાણેના ઘોડબંદર રોડ સ્થિત કાસારવડવલી બ્રિજ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. પુણેથી દહાણુ જઈ રહેલી અને ગોળથી ખીચોખીચ ભરેલી એક ટ્રકના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. કાબૂ બહાર ગયેલી આ ટ્રકે બ્રિજના ડિવાઈડર સાથે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ ટ્રકનો આગળનો આખો હિસ્સો પુલની નીચે હવામાં લટકી ગયો હતો.
સદનસીબે આ ભયાનક ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે.
આ અકસ્માત કાસારવડવલી બ્રિજ પર, ટાયટન હોસ્પિટલની નજીક અને ઓસ્કર હોસ્પિટલની બિલકુલ સામે શુક્રવારે સવારે અંદાજે 5:00 વાગ્યે થયો હતો. સ્થાનિક પ્રશાસનને આ ઘટનાની સત્તાવાર જાણ સવારે 9:10 વાગ્યે થઈ હતી. અકસ્માતનો ભોગ બનેલી ટાટા કંપનીની ટ્રકનો નંબર MH-12 FC-6177 છે. આ ટ્રક અમોલ કામથેની માલિકીની છે અને અકસ્માત સમયે તુષાર કામથે તેને ચલાવી રહ્યા હતા. ટ્રકમાં અંદાજે 12 ટન જેટલો ગોળ ભરેલો હતો, જેને કારણે ટ્રકનું વજન ખૂબ વધારે હતું.
અકસ્માતની માહિતી મળતાની સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ એક પિકઅપ વાહન અને JCB મશીન સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હવામાં લટકતી ટ્રકની ગંભીર સ્થિતિને જોતા ટ્રાફિક પોલીસની મદદથી હાઇડ્રા અને ક્રેન મશીનો તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા. યુદ્ધના ધોરણે ટ્રકને પુલ પરથી સુરક્ષિત રીતે હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ ભયાનક અકસ્માતને કારણે ઘોડબંદર રોડ પરનો વાહનવ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પ્રશાસન દ્વારા રોડને ક્લિયર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati