Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મહુવા પંથક માટે ખુશીના સમાચાર: માલણ ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ

મહુવા પંથક માટે ખુશીના સમાચાર: માલણ ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ

ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં મેઘરાજાની મહેર અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે જીવાદોરી સમાન માલણ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. લાંબા સમયની પ્રતિક્ષા બાદ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો અને સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ડેમની સપાટી ભયજનક સ્તરને વટાવતા જ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી ડેમના 4 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, જેથી પાણીનો નિકાલ સુરક્ષિત રીતે થઈ શકે.
ડેમના દરવાજા ખુલતા તંત્ર થયું સાબદુંમાલણ ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્રના અધિકારીઓ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અને સુરક્ષિત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી છે. ડેમ સાઈટ પર પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
10 ગામોને કરાયા સાવધવહીવટી તંત્ર દ્વારા ડેમની નજીક અને નદીના પટમાં આવેલા કુલ 10 ગામોને સાવચેત રહેવા આદેશ આપવામાં આવ્યા છે. જેમાં મોટાખુટવડા, ગોરસ, સાંગાણીયા, કુંભણ, નાનાજાદરા, લખુપરા, ઉમણીયાવદર, તાવેડા, મહુવા અને કતપર જેવા ગામોનો સમાવેશ થાય છે. આ ગામોના સરપંચો અને ગ્રામજનોને સતત સંપર્કમાં રહેવા અને નદીના કિનારા નજીક પશુધન કે વાહન ન લઈ જવા માટે સૂચના આપવામાં આવી છે. હાલ તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati