Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mehsana Firing News: માધવી પાર્લર નજીક ભાવેશ ઝીલિયા અને તેના મિત્રોની કાર પર હુમલો, સ્થળ પરથી મિસફાયર રાઉન્ડ મળ્યા, પોલીસ તપાસ તેજ

Mehsana Firing News: માધવી પાર્લર નજીક ભાવેશ ઝીલિયા અને તેના મિત્રોની કાર પર હુમલો, સ્થળ પરથી મિસફાયર રાઉન્ડ મળ્યા, પોલીસ તપાસ તેજ

ત્તર ગુજરાતના મહેસાણા શહેરમાંથી સરેઆમ ગુનાખોરી અને હિંસક હુમલાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નાગલપુર ચાર રસ્તા નજીક આવેલા માધવી પાર્લર પાસે રાત્રિના સમયે અચાનક ફાયરિંગની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી ફેલાઈ ગઈ હતી.મળતી વિગતો અનુસાર, ભાવેશ ઝીલિયા અને તેમના કેટલાક મિત્રો માધવી પાર્લર પાસે પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં બેઠા હતા.
આ દરમિયાન એક સફેદ રંગની સ્કોર્પિયો ગાડીમાં આવેલા અજાણ્યા હુમલાખોરોએ આવીને પ્રથમ ભાવેશ ઝીલિયાની ફોર્ચ્યુનર ગાડીને જોરદાર ટક્કર મારી હતી. ગાડીને ટક્કર માર્યા બાદ તુરંત જ સ્કોર્પિયોમાં સવાર શખસોએ ફોર્ચ્યુનર પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. હુમલાખોરો ગોળીબાર કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ મહેસાણા બી ડિવિઝન પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી મિસફાયર થયેલા રાઉન્ડ તથા વપરાયેલી ગોળીઓના ખાલી કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે આ તમામ પુરાવા કબજે કરીને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાના શરૂ કર્યા છે.
ઘટના સંદર્ભે મહેસાણાના ડીવાયએસપી મિલાપ પટેલે જણાવ્યું હતું કે, "નાગલપુર ચાર રસ્તા પાસે બનેલી ફાયરિંગની આ ઘટનામાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
https://www.tv13gujarati.com/ style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https://www.facebook.com/tv13gujarati style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https://twitter.com/tv13gujarati style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https://instagram.com/tv13gujarati style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https://www.linkedin.com/company/9095... style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https: //whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s; background-color: rgb(255, 255, 255);"> https://chat.whats
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati