મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચેની રણનીતિક ખેંચતાણ હવે એક નિર્ણાયક વળાંક પર પહોંચી ગઈ હોય તેમ જણાય છે. એક તરફ સૈન્ય ગતિવિધિઓ તેજ બની છે, તો બીજી તરફ વૈશ્વિક રાજદ્વારી દબાણ અમેરિકાની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યું છે. હાલની સ્થિતિમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ જટિલ બન્યા છે.ઈરાનની શક્તિશાળી સૈન્ય પાંખ 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC)એ તાજેતરમાં એક મોટું નિવેદન આપીને હડકંપ મચાવી દીધી છે.
IRGCના દાવા મુજબ, વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિમાં અમેરિકા પાસે વિકલ્પો મર્યાદિત થઈ ગયા છે. હવે વોશિંગ્ટને કાં તો "અશક્ય સૈન્ય ઓપરેશન" અથવા "નબળા કરાર" માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે. ઈરાનનું માનવું છે કે રશિયા, ચીન અને યુરોપ જેવા દેશોના બદલાતા વલણને કારણે અમેરિકાનું વૈશ્વિક સમર્થન નબળું પડી રહ્યું છે, જે તેને નબળી સ્થિતિમાં મૂકી રહ્યું છે.
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે "પ્રોજેક્ટ ફ્રીડમ" લોન્ચ કરીને પોતાની વ્યૂહરચના સ્પષ્ટ કરી છે. હોર્મુઝની સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢવાના આ મિશનમાં અમેરિકાએ "એસ્કોર્ટ" ને બદલે "ગાઈડ" શબ્દનો ઉપયોગ કર્યો છે. સંરક્ષણ નિષ્ણાતો આને સીધા સૈન્ય સંઘર્ષને ટાળવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે. દરમિયાન, નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટ્ટેએ પણ સંકેત આપ્યો છે કે યુરોપ હવે અમેરિકાના સંદેશને સમજીને સૈન્ય સમજૂતીઓ લાગુ કરવા તરફ આગળ વધી રહ્યું છે.

રાજદ્વારી મોરચે પણ હલચલ તેજ છે. તાજેતરમાં જ પાકિસ્તાનના વિદેશ મંત્રી અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. વધુમાં, અમેરિકાએ ઈરાની જહાજ 'MV તુસ્કા' માંથી ૨૨ ક્રૂ મેમ્બરોને મુક્ત કરી પાકિસ્તાન મોકલી દીધા છે, જેને ઈરાને અગાઉ "દરિયાઈ લૂંટ" ગણાવી હતી. આ તમામ ઘટનાક્રમ સૂચવે છે કે મધ્ય પૂર્વમાં શાંતિ અને સંઘર્ષ વચ્ચેની રેખા ખૂબ જ પાતળી થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.