પરિમલ મકવાણા, નવસારીનવસારી શહેરમાં સ્માર્ટ વીજ મીટરને લઈને ચાલી રહેલા વિવાદો, વિરોધ અને નાગરિકોની આશંકાઓ વચ્ચે નવસારીના મેયર અશોક ધોરાજીયાએ એક મોટો અને સકારાત્મક નિર્ણય લીધો છે. લોકોમાં ફેલાયેલી ગેરસમજોને દૂર કરવા અને પ્રજા વચ્ચે એક પ્રેરણાદાયી સંદેશ આપવા માટે મેયરે પોતાના નિવાસસ્થાને જ સ્માર્ટ વીજ મીટર લગાવડાવીને નવીનતમ પહેલ કરી છે.
તેમણે જણાવ્યું કે, સ્માર્ટ મીટરથી કોઈ જ ગેરફાયદો નથી, નાગરિકોને આ આધુનિક યોજના ખુલ્લા મને અપનાવવા મારી નમ્ર વિનંતી છે.
અફવાઓથી દૂર રહેવા મેયરની અપીલGUVNL (ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ) ના ઉચ્ચ ઈજનેરો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ મેયરે સ્પષ્ટ કર્યું હતું કે, સ્માર્ટ મીટર અંગે લોકોમાં જે અફવાઓ અને ગેરસમજો ફેલાઈ રહી છે, તે વાસ્તવિકતાથી તદ્દન અલગ છે. સરકારની આ યોજનાથી ગ્રાહકોને કોઈ આર્થિક નુકસાન થવાનું નથી, પરંતુ ભવિષ્યમાં તેનાથી મોટો ફાયદો અને રાહત જ મળશે.

ડિજિટલ પારદર્શિતા અને ઓનલાઈન ટ્રેકિંગમેયરે જણાવ્યું કે, આ સ્માર્ટ મીટર આવવાથી વીજ વપરાશમાં વધુ પારદર્શિતા આવશે. નાગરિકો પોતે કેટલા યુનિટ પાવર વાપરી રહ્યા છે અને તેમના રિચાર્જ કે પાવરની શું સ્થિતિ છે, તે તમામ બાબતો ગમે ત્યારે ઓનલાઈન ચેક કરી શકશે. આ ડિજિટલ સિસ્ટમથી ગ્રાહકો પોતાના વીજ વપરાશ પર જાતે જ નિયંત્રણ રાખી શકશે.
કોર્પોરેટરોને જનજાગૃતિ લાવવા આહવાન .