Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Navsari flood news: નવસારીમાં પૂરનું કહેર, પૂર્ણા નદી ગાંડીતૂર બનતા 1000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર

Navsari flood news: નવસારીમાં પૂરનું કહેર, પૂર્ણા નદી ગાંડીતૂર બનતા 1000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર

રિમલ મકવાણા, નવસારીદક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે નવસારી જિલ્લામાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પૂર્ણા નદીમાં જળસ્તર વધતા અને તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે.
1000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતરપૂર્ણા નદીના કાંઠા પર આવેલા અંદાજે 15 જેટલા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું છે.
નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે 1000થી વધુ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્રે આ સ્થળાંતર પ્રક્રિયા પૂર્ણ કરી હતી.આશ્રય અને સુરક્ષા વ્યવસ્થાસ્થળાંતરિત કરવામાં આવેલા અસરગ્રસ્તો માટે શહેરની વિવિધ શાળાઓને હંગામી આશ્રયસ્થાનોમાં ફેરવવામાં આવી છે. આ આશ્રયસ્થાનોમાં અસરગ્રસ્ત લોકો માટે ભોજન, આરોગ્ય અને સુરક્ષાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્થળાંતરિત લોકોની સુરક્ષા અને દેખરેખ માટે હાલમાં કુલ 56 જેટલી ટીમો ફિલ્ડ પર કાર્યરત છે, જે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
વહીવટીતંત્ર દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવાની અને નદીના જળસ્તર પર નજર રાખવાની અપીલ કરવામાં આવી છે. તંત્ર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati