પરિમલ મકવાણા, નવસારીદક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ અવિરત બેટિંગ શરૂ રાખી છે. નવસારી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદ અને પૂર્ણા નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં રજાનો નિર્ણયનવસારી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલે રજા રહેશે.
શૈક્ષણિક સંસ્થાઓમાં રજાનો નિર્ણયનવસારી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલે રજા રહેશે.
વાલીઓને અપીલવહીવટીતંત્ર દ્વારા તમામ વાલીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના બાળકોને વરસાદના વાતાવરણમાં ઘરની બહાર ન મોકલે અને સુરક્ષિત રહે. સાથે જ, જિલ્લાના તમામ નાગરિકોને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા અને તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. હાલ નવસારીમાં વરસાદની સ્થિતિને પગલે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.