Dailyhunt
OMG : વલસાડના ખેડૂતની અનોખી ક્રાંતિ, એક જ આંબા પર પકવી 22 જાતની કેરી

OMG : વલસાડના ખેડૂતની અનોખી ક્રાંતિ, એક જ આંબા પર પકવી 22 જાતની કેરી

રિતેશ પટેલ, વલસાડ ઉનાળાની સીઝન એટલે ફળોના રાજા કેરીની સીઝન. અમે આજે તમને બતાવીએ એક જ આંબા પર ઝૂલી રહેલી 22 જાતની કેરી. વિશ્વાસ નથી આવતો ને તો વાંચો આ સ્પેશિયલ રિપોર્ટ. ઉનાળામાં આંબા પર ઝૂલતી કેરી તો તમામે જોઈ શકે. પરંતુ કોઈએ એક જ આંબા પર જાત જાતની કેરીઓ જોઈ છે ખરી .વિશ્વાસ નથી આવતો ને.
જુઓ આ આંબાને અને આંબા પર લાગેલી કેરીઓને.
આ દરેક કેરી અલગ-અલગ જાતની છે. વલસાડના એક પ્રગતિશીલ ખેડૂતો કેરીની જાતોને વિકસાવવા માટે અવનવા પ્રયોગો કર્યા અને આ પ્રયોગોમાંથી બીનવાડા ગામમાં આંબાના એક જ વૃક્ષ પણ 22 જેટલી અલગ-અલગ જાતની કેરી ઉગાડી એક અલગ મિશાલ ઉભી કરી. પ્રગતિશીલ ખેડૂત શૈલેષ મોહન પટેલનો આ પ્રયોગ હાલ જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે
વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે વલસાડી હાફૂસ, કેસર, લંગડો, રાજાપુરી, જેવી ચાર પાંચ પ્રકારની કેરી ઉગે છે. પંરતુ શૈલેષભાઈએ તો સંકલ્પ કર્યો હતો કે તે આંબાના ઝાડ પર 100 જાતની કેરી ઉગાડશે. અને લોકોને દેશ વિદેશની કેરીનો સ્વાદ ચખાડશે. અને તેમની મહેનતને કારણે તેમને સફળતા પણ મળી. અને તેમના આંબામાં 22 અલગ અલગ જાતની કેરીઓ છે. જેના નામ પણ સાંભળો
શૈલેષભાઈની આ ક્રાંતિને જોવા માટે દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યા છે અને તેમની પાસેથી માર્ગદર્શન લઈ રહ્યા છે આમ, શૈલેષભાઈના આ પ્રયોગથી કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ આવી છે અને હજારો ખેડૂતોને પ્રેરણા મળી રહી છે.
એક આંબો, 22 જાતની કેરી1: બીગ પ્રિન્ટ ક્લિન્ટ 2:સૂર્ય ગમાઈ3: સબજો4: ડાક મીયા5: આમ્રપાલ6: થાઈ બનાના7; નામ ડોકમાં8: રેડ આઇવરી9: સેન્સેશન10: ટોમી અટકીન્સ11: મલ્લિકા12: પંચમહાલ બારમાસી13: થાઈ વેરાઈટી14: તોતાપુરી15: રંગીન કેસર 16:ગુલાબ ખાસ17: આમરી18: ભીખુ પોસ્ટ 19: અનિલ20: સુર્યા21: જમનાદાસ22: થાઈ ઓલ ટાઈમ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati