શારજાહથી કરાચી જઈ રહેલું પાકિસ્તાનનું બોઈંગ 737 કાર્ગો વિમાન રહસ્યમય સંજોગોમાં અરબ સાગરમાં લાપતા થઈ ગયું છે. આ વિમાનમાં 5 ક્રૂ મેમ્બર્સ સવાર હતા અને નેવિગેશન સિસ્ટમ ફેઈલ થયા બાદ તે રડાર પરથી ગાયબ થઈ ગયું હતું, જેને લઈને તે દરિયામાં ક્રેશ થયું હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.શું છે સમગ્ર ઘટના?મંગળવારે રાત્રે આ માલવાહક વિમાને ઉડાન ભરી હતી.
ફ્લાઈટ રડારના આંકડા ચોંકાવનારા'ફ્લાઈટરાડાર 24' ના ડેટા મુજબ, દુર્ઘટના પહેલા વિમાનની ઊંચાઈમાં અચાનક અને મોટા ફેરફારો જોવા મળ્યા હતા. વિમાન પહેલા નીચે આવ્યું, પછી થોડીવાર માટે ઉપર ઉઠ્યું અને ત્યારબાદ અત્યંત ઝડપથી નીચે તરફ ગયું હતું. છેલ્લી વિગતો મુજબ વિમાન સમુદ્ર સપાટીથી માત્ર 1,100 ફૂટની ઊંચાઈ પર હતું અને તે માઈનસ 22,400 ફૂટ પ્રતિ મિનિટની અસાધારણ ઝડપે નીચે પડી રહ્યું હતું.
27 વર્ષ જૂનું હતું વિમાનલાપતા થયેલું આ વિમાન બોઈંગ 737-400 હતું, જેનું સંચાલન 'K2 એરવેઝ' દ્વારા કરવામાં આવતું હતું. 27 વર્ષ જૂનું આ વિમાન મૂળરૂપે 1999માં સેવામાં આવ્યું હતું અને 2012માં તેને કાર્ગોમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. K2 એરવેઝે આ વિમાનનો ઉપયોગ 2024માં શરૂ કર્યો હતો.
બચાવ કામગીરી તેજપાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીએ ફેસબુક પર માહિતી આપી છે કે વિમાન અને તેમાં સવાર ક્રૂ મેમ્બર્સની શોધખોળ માટે વિવિધ એજન્સીઓ દ્વારા સમુદ્રમાં મોટા પાયે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં K2 એરવેઝ કે બોઈંગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

