Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પંચમહાલના હાલોલમાં મોટું નોકરી કૌભાંડ, FCIના નકલી ડાયરેક્ટરે આચરી ₹68 લાખની ઠગાઈ

પંચમહાલના હાલોલમાં મોટું નોકરી કૌભાંડ, FCIના નકલી ડાયરેક્ટરે આચરી ₹68 લાખની ઠગાઈ

પાર્થ પંચાલ, પંચમહાલપંચમહાલના હાલોલમાંથી સરકારી નોકરી અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. બેરોજગાર યુવાનોને રેલવે અને ONGC જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં નોકરીની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આ મામલે હાલોલ રૂરલ પોલીસે ગુનો નોંધીને મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ભરત પરમાર નામનો શખ્સ છે.
આ ઠગે પોતાની ઓળખ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) ના ડાયરેક્ટર તરીકે આપીને યુવાનોનો વિશ્વાસ જીત્યો હતો. તેણે પંચમહાલ, દાહોદ અને વડોદરાના અલગ-અલગ 7 જેટલા ભોગ બનનાર યુવકો પાસેથી સરકારી નોકરી મેળવી આપવાના નામે કુલ 68 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

યુવાનોને છેતરાયાનો અહેસાસ થતાં આખરે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી ભરત પરમારની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસના મતે, જો આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો હજુ પણ ઘણા મોટા ખુલાસા થવાની અને અન્ય ભોગ બનેલા લોકો સામે આવવાની પૂરેપૂરી સંભાવના છે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati