"કચ્છની કોયલ" તરીકે લોકપ્રિય ગીતા રબારી માત્ર એક લોકગાયિકા નથી, પરંતુ આજની યુવા પેઢી માટે સ્ટાઇલ, સંસ્કાર અને સફળતાનું અનોખું સંયોજન છે. કચ્છના ટપ્પર ગામથી શરૂ થયેલી સફર આજે ગ્લોબલ સ્ટેજ સુધી પહોંચી છે, જ્યાં પરંપરા અને આધુનિકતાનું સુંદર બેલેન્સ જોવા મળે છે. યુટ્યુબ પર મિલિયન્સ વ્યૂઝ મેળવનારી અને "રોણા શેરમા" જેવા સુપરહિટ ગીતોથી ઘરે ઘરે ઓળખ બનાવનાર ગીતા રબારી પોતાના ટ્રેડિશનલ લુક, સિંપલ લાઈફસ્ટાઈલ અને ગ્રાઉન્ડેડ પર્સનાલિટી માટે પણ જાણીતી છે.
અનેક એવોર્ડ્સથી સન્માનિત આ ગાયિકા માત્ર સંગીતથી નહીં, પરંતુ પોતાના જીવનમૂલ્યો અને સ્ટાઈલ સ્ટેટમેન્ટથી પણ પ્રેરણા આપે છે. તો આવો જાણીએ પ્રખ્યાત લોકગાયિકા ગીતા રબારીની પસંદ અને નાપસંદ વિશેનો અમારો આ ખાસ ઈન્ટરવ્યૂ..."TALK WITH CELEBS" ભૂષિતા ખીંચી સાથે.
1. ઘરનું લાડકું નામ?ઘરમાં બધા મને પ્રેમથી "ગીતા" કહીને બોલાવે છે. આ નામ સાથે અનેક લાગણીઓ અને સંસ્મરણો જોડાયેલા છે.
2. લાઈફમાં સૌથી વધુ શું ગમે?ગાવું એ જીવનની સૌથી મોટી ખુશી લાગે છે. સાથે નવી જગ્યાઓએ ટ્રાવેલ કરીને નવી સંસ્કૃતિને જાણવી પણ બહુ ગમે છે.
3. જીવનનું સૌથી પ્રિય પાત્ર કોણ?મારા માટે માતા-પિતા અને પતિ મારા જીવનના આધારસ્તંભ છે. તેમની પ્રેરણા અને આશીર્વાદથી જ આજે હું આ મુકામે પહોંચી છું.

4. કયું કામ કરવામાં સૌથી વધુ કંટાળો આવે?જે કામ મનગમતું ન હોય તે કરવામાં થોડો કંટાળો તો આવે જ. છતાં જવાબદારી સમજીએ ત્યારે એ પણ નિભાવવું પડે.
5. ફેવરિટ ડેસ્ટિનેશન કયું?મારું મનપસંદ સ્થળ વૃંદાવન છે. ત્યાંની ભક્તિ ભાવભરી શાંતિ મને આત્મિક સુખ આપે છે.

6. કયા સ્થળોએ ફરવું પસંદ છે?લંડન, પેરિસ, ફ્લોરિડા, કેન્યા જંગલ સફારી અને સાઉથ આફ્રિકા જેવી જગ્યાઓએ ફરવાનો અનુભવ અદ્ભુત રહ્યો છે. દરેક સ્થળે કંઈક નવું શીખવા અને માણવા મળે છે.
7. શોપિંગ સમયે ફેવરિટ બ્રાન્ડ કઈ?લુઇસ વીટન, ગુચી અને ક્રિશ્ચિયન ડાયો જેવી બ્રાન્ડ્સ મને પસંદ છે. તેમની ડિઝાઇન અને ક્લાસ હંમેશા આકર્ષે છે.
8. કયા પ્રકારનું શોપિંગ પસંદ છે?હું જરૂર મુજબ અને ઉપયોગી વસ્તુઓ જ ખરીદવાનું પસંદ કરું છું. ફક્ત દેખાવ માટે શોપિંગ કરવું મને ગમતું નથી.
9. કયા પ્રકારનું કુઝિન પસંદ છે?પ્યોર ગુજરાતી કાઠિયાવાડી સિમ્પલ ફૂડ બહુ ભાવે છે. ઘરેલુ સ્વાદ અને સાદગી જ સાચી મજા આપે છે.

10. ફેવરિટ ડિશ કઈ?કોઈ પણ કાઠિયાવાડી વાનગી મને ખુશ કરી દે છે. પરંપરાગત સ્વાદિષ્ટ ભોજન પ્રિય છે..
11. બહારનું ફૂડ ભાવે કે ઘરનું?ઘરનું બનાવેલું ભોજન સૌથી વધુ ગમે છે. તેમાં સ્વાદ સાથે પ્રેમ અને કાળજી પણ હોય છે.
12. ફેવરિટ આઉટફિટ કયા?ટ્રેડિશનલ આઉટફિટ્સ વધુ પસંદ છે. ભારતીય સંસ્કૃતિ અને સાદગીનો અહેસાસ તેમાં ઝલકે છે.
13. ફેવરિટ એક્ટર/એક્ટ્રેસ?કૃતિ સેનન અને આલિયા ભટ્ટની એક્ટિંગ ખૂબ ગમે છે. બંને પોતાની અલગ સ્ટાઈલથી ઇન્ડસ્ટ્રીમાં છાપ છોડી રહ્યા છે.
14. ફેવરિટ કલર?બધા રંગો પહેરવા ગમે છે. દરેક રંગ પોતાના મૂડ અને પ્રસંગ પ્રમાણે ખાસ લાગે છે.

15. કેટલા કલાકની ઊંઘ જરૂરી માનો છો?સામાન્ય રીતે 8 કલાકની ઊંઘ જરૂરી માનું છું. તક મળે તો 10 કલાક આરામ કરવો પણ સારો લાગે છે.
16. જીવનનો યાદગાર પ્રસંગ?ભગવાનની કૃપાથી મારું આખું જીવન જ યાદગાર બની ગયું છે. દરેક દિવસ માટે હું પ્રભુની આભારી છું.
17. યુથને સંદેશ?હંમેશા ખુશ રહો અને જીવનને સકારાત્મક રીતે જીવો. તમારા દરેક કાર્યમાં 100 ટકા મહેનત અને ઈમાનદારી આપો.
છેલ્લે એટલું જ કહેવું ઘટે કે ગીતા રબારીની આ સફર આપણને શીખવે છે કે તમે ગમે તેટલા ઊંચા મુકામે પહોંચી જાઓ, પણ તમારા મૂળિયા સાથે જોડાયેલા રહેવું જ ખરી સફળતા છે. તેમની સાદગી અને સંગીતનો જાદુ હંમેશા યુવાનોના દિલ પર રાજ કરશે. કચ્છની કોયલનો અવાજ જેટલો મધુર છે, તેમનું જીવન પણ એટલું જ પ્રેરણાદાયી છે. બાહ્ય ચમક-દમક કરતાં પોતાના સંસ્કારો અને વિચારોનું આભૂષણ સૌથી કિંમતી હોય છે.