Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Patan: સુવિધા બની કાળ...!  ફ્લેટમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મચારીનું મોત

Patan: સુવિધા બની કાળ...! ફ્લેટમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મચારીનું મોત

જના આધુનિક યુગમાં ગરમીથી બચવા માટે AC દરેક ઘરની પ્રાથમિક સુવિધા બની ગયું છે. પરંતુ ક્યારેક આ જ સુવિધા જીવલેણ સાબિત થઈ શકે છે, તેનો એક અત્યંત કરુણ અને ચોંકાવનારો કિસ્સો પાટણ શહેરમાંથી સામે આવ્યો છે. પાટણમાં આવેલા એક ફ્લેટમાં અગમ્ય કારણોસર એસી ફાટવાને કારણે એક મહિલા પોલીસ કર્મચારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આકસ્મિક દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે .
પાટણ શહેરના પદ્મનાથ ચાર રસ્તા નજીક આવેલા 'માં ગાયત્રી ફ્લેટ'માં એક અત્યંત દિલધડક અને કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આ ફ્લેટના પ્રથમ માળે આવેલા રૂમ નંબર F-103માં રહેતા અને પાટણ જિલ્લા LIB શાખામાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી સુરેખાબેન ચૌધરીનું એસી બ્લાસ્ટ થવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, ઘરમાં લાગેલું એર કન્ડિશનર કોઈ અગમ્ય ટેકનિકલ ખામી અથવા શોર્ટ સર્કિટના કારણે અચાનક પ્રચંડ ધડાકા સાથે ફાટ્યું હતું, જેની ઝપેટમાં આવી જતાં સુરેખાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે મૃતક મહિલા એએસઆઈની લાશનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જે એસી ઉનાળાની અસહ્ય ગરમીમાં ઠંડક અને સુવિધા આપવા માટે વસાવવામાં આવ્યું હતું, તે જ એસી આખરે એક આશાસ્પદ મહિલા કર્મચારીના મોતનું કારણ બનતા પરિવારજનો સહિત સમગ્ર પોલીસ બેડામાં ભારે શોકની કાલીમા છવાઈ ગઈ છે. પોલીસ હાલ આ બ્લાસ્ટ પાછળના ચોક્કસ કારણો જાણવા માટે FSLની મદદથી ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati