Surat Municipal Corporation: સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ મોદી એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના છટકામાં રંગેહાથ ઝડપાયા છે. ફરિયાદ મુજબ, પાણીની લાઇન નાખવાના કામના બિલ મંજૂર કરવા માટે તેમણે લાંચની માંગણી કરી હતી. ACBની કાર્યવાહી બાદ સમગ્ર મનપા તંત્રમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.બિલ પાસ કરવા માટે લાંચની માંગણી મળતી માહિતી અનુસાર ઇજનેર જીજ્ઞેશ મોદીએ કોન્ટ્રાક્ટર પાસેથી બિલ મંજૂર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા રૂ.
50 હજારની લાંચ માગી હતી. બાદમાં સોદો રૂ. 45 હજાર પર નક્કી થયો હતો. ફરિયાદ મળ્યા બાદ ACBએ આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવ્યું અને આરોપીને લાંચ સ્વીકારતા જ ઝડપી લીધો.
ઓફિસના ગેટ બહાર જ ઝડપાયાACBની ટીમે ઉધના સાઉથ ઝોન ઓફિસના ગેટ બહાર કાર્યવાહી હાથ ધરી હતી. અહીં જીજ્ઞેશ મોદી લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા ત્યારે અધિકારીઓએ તેમને રંગેહાથ ઝડપી લીધા. ઘટનાના પગલે મનપાના કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.અગાઉ પણ લાંચ કેસમાં ફસાયા હતાચોંકાવનારી વાત એ છે કે જીજ્ઞેશ મોદી અગાઉ વર્ષ 2021માં પણ લાંચ લેવાના કેસમાં ઝડપાઈ ચૂક્યા છે. તે સમયે તેઓ રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા અને રૂ. 15 હજારની લાંચ લેતા ACBના હાથે પકડાયા હતા. હવે બીજી વખત લાંચના કેસમાં ઝડપાતા તેમના સામે વધુ કડક કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

