Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PM મોદી મધ્ય એશિયાના પ્રવાસે, ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનની લેશે મુલાકાત

PM મોદી મધ્ય એશિયાના પ્રવાસે, ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનની લેશે મુલાકાત

ડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી 4 દિવસીય મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસે છે, જેમાં તેઓ ઉઝબેકિસ્તાન અને કિર્ગીઝસ્તાનની મુલાકાતે રહેશે. આ પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સહયોગ તેમજ વૈશ્વિક મંચો પર ભારતના પ્રભાવને વધુ મજબૂત કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.ઉઝબેકિસ્તાન પ્રવાસ અને દ્વિપક્ષીય બેઠકવડાપ્રધાન મોદી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ સાથે તાશ્કંદમાં ઉચ્ચસ્તરીય મંત્રણા કરશે.
બંને નેતાઓ વચ્ચે વ્યાપાર, રોકાણ, રક્ષા ક્ષેત્ર, ડિજિટલ કનેક્ટિવિટી, ઉર્જા અને શિક્ષણ જેવા મહત્વના મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થશે. આ બેઠકમાં "વિકસિત ભારત 2047" અને "ઉઝબેકિસ્તાન 2030" ના વિઝનને સાકાર કરવા અંગે પણ ચર્ચા હાથ ધરાશે. પ્રવાસ દરમિયાન પીએમ મોદી તાશ્કંદ સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી સ્મારક અને મહાત્મા ગાંધી કેન્દ્રની મુલાકાત પણ લેશે, જે બંને દેશોના ગાઢ ઐતિહાસિક સંબંધોની પ્રતીતિ કરાવે છે.
કિર્ગીઝસ્તાનમાં SCO શિખર સંમેલનઉઝબેકિસ્તાન બાદ પીએમ મોદી કિર્ગીઝસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચશે. અહીં તેઓ ૨૬મા એસસીઓ (SCO) શિખર સંમેલનમાં ભાગ લેશે, જે આ વર્ષે સંગઠનની સ્થાપનાની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે ખાસ મહત્વ ધરાવે છે. વડાપ્રધાન સંમેલનને સંબોધિત કરશે અને આતંકવાદ સામે લડવા, ક્ષેત્રીય સુરક્ષા, આર્થિક સહયોગ તથા મજબૂત કનેક્ટિવિટી પર ભાર મૂકશે. આ ઉપરાંત, તેઓ મધ્ય એશિયાની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા 6ઠ્ઠા વર્લ્ડ નોમાડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ વિદેશ પ્રવાસ મધ્ય એશિયાઈ દેશો સાથેના વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવવાની સાથે ભારતની વૈશ્વિક કૂટનીતિને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવવાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati