Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Porbandar news: કેશોદ-માંગરોળમાં ભારે વરસાદથી મધુવંતી-ઓજત કેનાલ છલકાઈ, મોટી સંખ્યામાં ખેડૂતોએ કર્યા નવા નીરનાં વધામણાં

Porbandar news: કેશોદ-માંગરોળમાં ભારે વરસાદથી મધુવંતી-ઓજત કેનાલ છલકાઈ, મોટી સંખ્યામાં ખેડૂતોએ કર્યા નવા નીરનાં વધામણાં

જીતેશ ચૌહાણ, પોરબંદરચોમાસાની શરૂઆત થતાં જ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તાજેતરમાં કેશોદ અને માંગરોળ પંથકમાં થયેલા ભારે વરસાદને કારણે પોરબંદર જિલ્લાના માધવપુર નજીક આવેલી મધુવંતી ઓજત કોસ્ટલ કેનાલમાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક નોંધાઈ છે. કોસ્ટલ કેનાલની આસપાસ આવેલા ગામો માટે આ પાણી આશીર્વાદ સમાન સાબિત થવાનું હોવાથી સ્થાનિક ધરતીપુત્રોમાં ભારે હરખની હેલી જોવા મળી રહી છે.
પરંપરાગત શૈલીમાં કરાયા નવા નીરના વધામણાંજ્યારે પણ નદી કે કેનાલમાં નવા પાણી આવે છે, ત્યારે ગુજરાતની સંસ્કૃતિ મુજબ તેનું પૂજન કરવાની પરંપરા છે. મધુવંતી કોસ્ટલ કેનાલમાં આવેલા આ નવા જળરાશિને આવકારવા માટે બળેજ જિલ્લા પંચાયતના સદસ્ય સંતોક લીલા પરમાર, પોરબંદર તાલુકા ભાજપના મહામંત્રી લીલાભાઈ પરમાર તેમજ જાણીતા ખેડૂત આગેવાન ડાયાભાઈ ઉલવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો પણ કેનાલના કિનારે એકત્રિત થયા હતા. ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી શ્રીફળ અને ચુંદડી અર્પણ કરીને નવા નીરના હર્ષભેર વધામણા કરવામાં આવ્યા હતા.
ખેડૂતો માટે કેમ મહત્ત્વની છે આ કેનાલ?આ કોસ્ટલ કેનાલ આસપાસના અનેક ગામોના કૃષિ ક્ષેત્ર માટે જીવાદોરી સમાન છે. નવા નીર આવવાને કારણે આગામી સમયમાં ખેતી માટે સિંચાઈના પાણીની ચિંતા હળવી થશે, તેમજ ભૂગર્ભ જળના સ્તર પણ ઊંચા આવશે. કેનાલ ઓવરફ્લો થવાની સ્થિતિમાં હોવાથી ખેડૂતો પોતાના પાકને લઈને વધુ આશાવાદી બન્યા છે, જેના કારણે સમગ્ર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati