Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પ્રેમાનંદ મહારાજ સ્વસ્થ થતા ભક્તોમાં ખુશીની લહેર, ફરી શરૂ થઈ રાત્રિ પદયાત્રા?

પ્રેમાનંદ મહારાજ સ્વસ્થ થતા ભક્તોમાં ખુશીની લહેર, ફરી શરૂ થઈ રાત્રિ પદયાત્રા?

તોરલ કવિપ્રેમાનંદ મહારાજના સ્વાસ્થ્યને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચિંતિત રહેલા ભક્તો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. લગભગ 10 દિવસથી અસ્વસ્થ રહેલા પ્રેમાનંદ મહારાજ હવે સ્વસ્થ દેખાઈ રહ્યા છે અને તેમની રાત્રિકાલીન પદયાત્રા પણ ફરી શરૂ થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, 17 મે પછી બંધ રહેલી રાત્રિ પદયાત્રા હવે ફરી શરૂ કરવામાં આવી છે.
મહારાજે કેલિ કુંજ આશ્રમથી ગૌતમ ઋષિ આશ્રમ તિરાહા સુધી ભક્તોને દર્શન આપ્યા. તેમના દર્શન માટે હજારો ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.
કારમાં બેઠા અને ભક્તોને આપ્યા દર્શનપદયાત્રા પૂર્ણ થયા બાદ પ્રેમાનંદ મહારાજ ગૌતમ ઋષિ તિરાહાથી કારમાં બેસીને રાધા વાટિકા તરફ નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તા પર ઉભેલા ભક્તો તેમને જોઈ ભાવુક બન્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉભા રહી મહારાજના આગમનની રાહ જોતા નજરે પડે છે.

ભાવુક સંદેશ બાદ ભક્તો થઈ ગયા હતા ચિંતિતથોડા દિવસો પહેલા કેલિ કુંજ આશ્રમ તરફથી એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં પ્રેમાનંદ મહારાજે ભક્તોને ખૂબ જ ભાવુક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું: "હું રહું કે ન રહું, તમે ચિંતા ન કરશો… હું તમને બહુ પ્રેમ કરું છું." આ સાથે તેમણે એકાંતવાસમાં જવાની પણ વાત કરી હતી અને ભક્તોને સતત "રાધા નામ"નો જાપ કરતા રહેવાની સલાહ આપી હતી. આ સંદેશ બાદ તેમના અનુયાયીઓમાં ચિંતા વધી ગઈ હતી.

ફરી દર્શન મળતા ભક્તોમાં આનંદપરંતુ હવે મહારાજ ફરી પદયાત્રામાં જોવા મળતા ભક્તોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેમના દર્શનના વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ભક્તો તેને "આશીર્વાદ સમાન ક્ષણ" કહી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati