Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પુરુષમાંથી મહિલા બનેલ અનાયા બાંગડને ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં મંજૂરી મળવા બદલ ભડકી આફ્રિકન ખેલાડી, મળ્યો આ જવાબ

પુરુષમાંથી મહિલા બનેલ અનાયા બાંગડને ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં મંજૂરી મળવા બદલ ભડકી આફ્રિકન ખેલાડી, મળ્યો આ જવાબ

ક્ષિણ આફ્રિકાની અનુભવી મહિલા ઓલરાઉન્ડર ખેલાડી મેરિઝાન કેપ એ ટ્રાન્સ ક્રિકેટર અનાયા બાંગડને ઓસ્ટ્રેલિયામાં મહિલા ક્રિકેટમાં રમવા મળેલી મંજૂરી સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. કેપ એ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનાં નિર્ણય મુદ્દે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરતા લખ્યું કે- 'આ સાવ વાહિયાત બાબત છે.' આ મામલે અનાયા બાંગડે પણ કેપની ટિપ્પણીનો જવાબ આપતા લખ્યું કે- પહેલા અનુભવી ખેલાડીએ સંપૂર્ણ માહિતી મેળવી પ્રતિક્રિયા આપવી જોઈએ.
અનુભવી ખેલાડીઓ આવા મામલે શિક્ષિત થાય અને પછી કંઈ બોલે એ યોગ્ય રહેશે.
મેરિઝાન કેપ એ અડધી માહિતી સાથે કરી ટિપ્પણી36 વર્ષીય મેરિઝાન કેપ એ ઈન્સ્ટાગ્રામ પર અનાયા બાંગડ સંબંધિત સમાચારનો સ્ક્રિનશૉટ શેર કરતા પોતાની ટિપ્પણી લખી હતી. તેણે લખ્યું હતું કે,'આ ઘણી હાસ્યાસ્પદ બાબત છે. આ મામલે મંજૂરી આપવી જોઈએ નહીં.' મેરિઝાન કેપ એ પોતાની પોસ્ટમાં વિમેન્સ બિગ બેશ લીગને પણ ટેગ કરી હતી. મેરિઝાન કેપ એ સમાચાર શેર કર્યા હતા તેમાં અનાયા બાંગડને મહિલા બિગ બેશ લીગમાં રમવાની મંજૂરી મળી ગઈ હોવાની વાત કહેવામાં આવી હતી. મહિલા બિગ બેશમાં રમવું એ અનાયાનું સ્વપ્ન છે પરંતુ હાલ તેને ત્યાં રમવાની સીધી મંજૂરી મળી નથી. તેથી એક રીતે આ અહેવાલ સંપૂર્ણ સાચા નથી.
અનાયા એ ક્લબ ક્ષેત્રે પોતાને સાબિત કરવી પડશેઆ મામલે અનાયા બાંગડને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે તેના ક્રિકેટમાં કમબેક મામલે અડચણ બની રહેલા લોકોને શિક્ષિત થવાની સલાહ આપી હતી. અનાયા એ જણાવ્યું કે, તે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન કરી રહી છે. તે હાલ ઓસ્ટ્રેલિયાનાં કોઈ રાજ્ય કે ક્ષેત્રમાં પ્રીમિયર ક્રિકેટ રમી શકે છે અને આ મામલે તે અમુક ક્લબના સંપર્કમાં છે. જે પછી યોગ્ય ટીમ મળવા પર તે ફરી મેદાન પર ઉતરશે. તેણે મહિલા બિગ બેશ લીગ સુધી પહોંચતા પહેલા ક્લબ ક્રિકેટમાં પ્રદર્શન કરી પોતાને સાબિત કરવી પડશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા એ તમામ પરીક્ષણ કર્યા પછી મંજૂરી આપીઅનાયા બાંગડે આ સાથે જ સ્પષ્ટ કર્યું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો નિર્ણય સામાન્ય હતો અને કોઈ અનૌપચારિક પ્રકિયા નહોતી. આ મામલે બોર્ડે ઘણાં પાસાઓની તપાસ કરી હતી. જેમાં તેની મેડિકલ અને સર્જીકલ હિસ્ટ્રી ચકાસવામાં આવી. હોર્મોન અને ટેસ્ટોસ્ટેરોન રિપોર્ટ, ક્રિકેટિંગ બેકગ્રાઉન્ડ, મેચ ફૂટેજ અને માન્ચેસ્ટર મેટ્રોપોલિટન યુનિવર્સિટીની ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ સાથે જોડાયેલ વૈજ્ઞાનિક અને એથ્લેટિક્સ પ્રદર્શન સંબંધિત કાર્યો સામેલ હતા. અનાયા એ જણાવ્યું કે, જુલાઈમાં તેના સૌથી લેટેસ્ટ બ્લડ ટેસ્ટમાં કૂલ ટેસ્ટોસ્ટેરોન સ્તર 0.6 નૈનોમોલ પ્રતિ લીટર હતું.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati