રાહુલ ગાંધી એ બુધવારે દિલ્હીમાં 10 જનપથ પર જંતર-મંતરનાં પ્રદર્શનકારીઓ સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલ ગાંધી એ 20 જુલાઈ એ કૉકરોચ જનતા પાર્ટીનાં પ્રદર્શન દરમિયાન યુવાઓ પર પેલેટ ગન અને લાઠી ચાર્જની વાત ફરી કહી હતી. રાહુલ 4 પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સાથે હાજર રહ્યાં. જેમાં એક યુવતી એ કહ્યું કે- 'ભારત માતા કી જય - કહેવા પર અમને દેશદ્રોહી કહેતા હતા.
દેશનાં યુવાઓ પર ગર્વ, સરકારે તેમના ઘરે ગુંડાઓ મોકલી ધમકાવ્યાઃ રાહુલરાહુલ ગાંધી એ કહ્યું કે-'પહેલા વિદ્યાર્થીઓનાં ઘરે ગુંડા મોકલવા, 15 વર્ષીય એક સગીરા પાસે બળજબરીપૂર્વક માફી મગાવવી અને પછી તે માફીનો સ્વીકાર કરવો સંપૂર્ણ પણે અયોગ્ય છે. અમે આ સ્વીકાર નથી કરતા. અમે એવી શિક્ષણ વ્યવસ્થા ઈચ્છીએ છીએ જે યોગ્ય રીતે કામ કરે, પરીક્ષા પેપર લીક અટકે અને દેશનાં યુવાઓનું ભાવિ સુરક્ષિત રહે.'રાહુલ ગાંધી એ આગળ કહ્યું કે,'અમે દેશના યુવાઓ સાથે વાત કરી. તેમણે મારા મારી કરવામાં આવી હોવાનો અને ધમકી મળી હોવાની વાત કરી. મને દેશનાં યુવાઓ પર ગર્વ છે. તેમણે બંધારણ, ભારતનાં વિચાર અને દેશનાં ભવિષ્યની રક્ષા પર વાત કહી હતી.'
મે પોલીસ વાન રોકી તો હવે ટ્રોલ કરવામાં આવે છેઃ રિયા અહીરરિયા અહીરે કહ્યું કે-'હું એ છોકરી છું જેણે મુંબઈ પોલીસને રોકી હતી.હું કહેવા માંગુ છું કે હું એ છોકરી છું જેણે 20 બાળકોને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લેતા અટકાવ્યા હતા. મારી અપીલ છે કે કૃપા કરીને નેરેટિવ બદલો. મેં જે કર્યું તેના કારણે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. એક પક્ષનાં લોકો મને કહી રહ્યાં છે કે- 140 રૂપિયામાં શરીર વેચી રહી છું. તેમના મગજમાં આવી ગંદકી ભરેલી છે.'આ દરમિયાન ઝારખંડની નૂતન ટપો એ પેલેટ ગનને પોતે જોઈ હોવાનો દાવો કર્યો અને તેને કાનમાં ઈજા થઈ હોવાનું જણાવ્યું. જ્યારે ફરાહ નાઝે કહ્યું કે- ભારત માતા કી જય કહેવા પર દેશદ્રોહી કહેવામાં આવતા. નામ પૂછી મુસ્લિમ હોવાનું કહેતા અલગ યાદી બનાવી હતી. ભારત માતા કી જય અને વંદે માતરમનાં નારા લગાવતા તો પણ વારંવાર દેશદ્રોહી કહેતા હતા. મહારાષ્ટ્રનાં ભરતે કહ્યું કે- જો વિદ્યાર્થીઓએ ધર્મેન્દ્ર પ્રધાનનાં સ્થાને અમિત શાહનાં રાજીનામાની માગ કરી હોત તો તો સીધો ગોળીબાર જ કરાયો હોત.

