પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર નરાધમ જેલમાં ધકેલાયો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં કેટરર્સમાં કામે જતી સગીરાને સાથે ચાર વખત શરીર સબંધ બાંધી ફોટા પાડ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.અલગ અલગ દિવસે ચાર વખત દુષ્કર્મ આચરી મોબાઈલમાં ફોટા પાડ્યારાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરાને કેટર્સમાં કામ કરવા જતી વખતે ભોમેશ્વર વિસ્તારના અમૃત બેલમ નામના શખ્સ સાથે પરિચય થયો હતો.
5 મહિના પહેલા એકબીજાનાં સંપર્કમાં આવ્યા હતારાજકોટના ડીસીપી રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં સગીરાના વાલીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આજથી 5 મહિના પહેલા તેની સગીર દીકરી કેટરર્સના કામે જતી હતી ત્યાં તેનો પરિચય સાથે કામ કરતાં ભોમેશ્વર વિસ્તારના શખ્સ અમૃત ઉર્ફે સન્ની બેલમ સાથે થયો હતો. જે બાદ બન્નેએ એક બીજાના મોબાઈલ નંબરની આપલે કરી હતી. ત્યારબાદ બન્ને એક બીજા સાથે વાતચીત કરતા હતા. આ દરમિયાન અમૃતે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરા સાથે 4 વખત તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને તેના મોબાઈલમાં ફોટોઝ પણ કેદ કર્યા હતા.
મોબાઈલ ફોન કબજે કરી FSLમાં મોકલવામાં આવ્યોઆ પછી આરોપી અમૃતે સગીરાને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ગભરાઈ ગયેલી સગીરાએ પોતાની આપવીતી પરિવારને જણાવી હતી. સગીરાની માતાએ થોરાળા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકમાં જ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. સગીરાના આક્ષેપ મુજબ દુષ્કર્મ દરમિયાન ફોટા પાડ્યા હતા તેના કારણે આરોપીના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી હતી. જોકે, કોઈ ફોટા ના મળતા પોલીસે આરોપીનો મોબાઈલ ફોન કબજે કરી FSLમાં મોકલી તપાસ હાથ ધરી છે.

