Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજ્યમાં ખરીફ વાવેતરમાં 2.47 લાખ હેક્ટરનો ઘટાડો, વરસાદના અભાવે સિંચાઈ માટે વીજ માંગમાં ધરખમ વધારો, ખેડૂતોની ચિંતા વધી

રાજ્યમાં ખરીફ વાવેતરમાં 2.47 લાખ હેક્ટરનો ઘટાડો, વરસાદના અભાવે સિંચાઈ માટે વીજ માંગમાં ધરખમ વધારો, ખેડૂતોની ચિંતા વધી

રાજ્યમાં આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતાં ખરીફ વાવેતરમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અહેવાલો અનુસાર ગત વર્ષના 81.02 લાખ હેક્ટર સામે આ વર્ષે માત્ર 78.55 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું છે, જે ગત વર્ષની સરખામણીમાં 2.47 લાખ હેક્ટર ઓછું છે. રાજ્યમાં સરેરાશ 85.30 લાખ હેક્ટર સામે 92.08 ટકા જ વાવેતર થઈ શક્યું છે.
ડાંગર, મગફળી, કપાસ સહિતના પાકને પાણીની જરૂરમુખ્ય પાક ગણાતા કપાસનું વાવેતર માત્ર 21.41 લાખ હેક્ટરમાં જ થયું છે, જે સરેરાશ સામે 89.84 ટકા છે. ડાંગર, મગફળી અને કપાસ સહિતના ઊભેલા પાકોને હાલમાં સમયસર પાણીની તાતી જરૂરિયાત છે. વરસાદ લાંબો સમય ખેંચાવાના કારણે ખેતરોમાં પાક સુકાઈ જવાની દહેશત ઊભી થઈ છે અને જગતના તાતની ચિંતા સાતમા આસમાને પહોંચી ગઈ છે.
વરસાદના અભાવે સિંચાઈ માટે વીજ માંગમાં ધરખમ વધારોવરસાદના અભાવે અને સિંચાઈ માટે બોર તથા નર્મદાના પાણીનો ઉપયોગ વધતાં વીજ માંગમાં ભારે ઉછાળો આવ્યો છે. માત્ર ચાર દિવસમાં જ રાજ્યની વીજ માંગ 3,259 મેગાવોટ વધી ગઈ છે. ગત 27 ઓગસ્ટે રાજ્યની વીજ માંગ સર્વોચ્ચ 28,220 મેગાવોટ નોંધાઈ હતી. જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો આ માંગ વધીને 29,500 મેગાવોટ સુધી પહોંચવાની પૂરી શક્યતા છે. પાકને બચાવવા માટે ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ દિવસે વીજળી આપવાની પ્રબળ માંગ કરવામાં આવી રહી છે જેથી રાત્રે ખેતરમાં પાણી વ વાળવા જતી વખતે કોઈ અઘટિત ઘટના ન બને અને પાકને પૂરતું પાણી મળી રહે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati