Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RBI Annual Report 2025-26: દેશની બેંકોમાં રૂપિયા 48,000 કરોડનું ફ્રોડ, લોન કૌભાંડોમાં થયો મોટો વધારો

RBI Annual Report 2025-26: દેશની બેંકોમાં રૂપિયા 48,000 કરોડનું ફ્રોડ, લોન કૌભાંડોમાં થયો મોટો વધારો

ભારતીય બેંકિંગ સેક્ટરમાં છેતરપિંડી (Banking Fraud) ના મામલાઓને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના વાર્ષિક અહેવાલમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન બેંકિંગ ફ્રોડની રકમમાં 46 ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે, જેના કારણે આ આંકડો ₹48,021 કરોડ પર પહોંચી ગયો છે. જો કે, આ અહેવાલમાં એક રાહતના સમાચાર એ પણ છે કે છેતરપિંડીના કુલ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
સામાન્ય લોકો માટે ડિજિટલ ફ્રોડ ઘટ્યા છે, પરંતુ મોટા કોર્પોરેટ લોન ફ્રોડે બેંકિંગ સિસ્ટમની ચિંતા વધારી દીધી છે.
કેસ ઘટ્યા પણ ફ્રોડની રકમ વધીઆરબીઆઈના રિપોર્ટ અનુસાર, વર્ષ 2025-26માં કુલ 10,114 ફ્રોડના કેસ નોંધાયા છે, જ્યારે તેની સરખામણીએ અગાઉના વર્ષમાં આ સંખ્યા 23,722 હતી. આ આંકડા સ્પષ્ટ કરે છે કે નાની છેતરપિંડીના કિસ્સાઓ ઓછા થયા છે પરંતુ મોટા મૂલ્યના કૌભાંડોમાં મોટો વધારો થયો છે. ગયા વર્ષે ફ્રોડની કુલ રકમ ₹32,803 કરોડ હતી, જે હવે વધીને ₹48,021 કરોડ થઈ ગઈ છે.
બેંકોના પ્રકાર ફાળવણી પર નજર કરીએ તો, સરકારી બેંકો (Public Sector Banks) માં છેતરપિંડીની રકમ ₹23,617 કરોડથી વધીને ₹35,709 કરોડ થઈ ગઈ છે. બીજી તરફ, ખાનગી ક્ષેત્રની બેંકો (Private Banks) માં પણ આ આંકડો ₹8,927 કરોડથી વધીને ₹11,399 કરોડ નોંધાયો છે.જૂના કેસોની પુનઃ તપાસ અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો .
રિપોર્ટમાં જણાવાયું છે કે આ વર્ષના આંકડામાં 314 એવા જૂના કેસોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેની કુલ રકમ ₹30,199 કરોડ છે. સુપ્રીમ કોર્ટના 27 માર્ચ 2023ના એક મહત્વપૂર્ણ ચુકાદા બાદ આ જૂના મામલાઓની ફરીથી તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને વર્તમાન રિપોર્ટમાં સત્તાવાર રીતે જાહેર કરાયા છે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે ઘણીવાર ફ્રોડની ઘટના અગાઉના વર્ષોમાં બની હોય છે, પરંતુ તેની જાણ મોડી થતી હોવાથી જે વર્ષે રિપોર્ટ થાય તે વર્ષના આંકડામાં તેનો સમાવેશ થાય છે.
સૌથી વધુ જોખમ લોન (Advance) કેટેગરીમાંબેંકિંગ ક્ષેત્ર માટે સૌથી મોટો પડકાર લોન કૌભાંડો સાબિત થઈ રહ્યા છે. અહેવાલ મુજબ, સૌથી વધુ છેતરપિંડી બેંક લોન એટલે કે એડવાન્સ કેટેગરીમાં થઈ છે. આ અંતર્ગત 8,640 કેસોમાં કુલ ₹40,774 કરોડની હેરાફેરી સામે આવી છે, જે ગયા વર્ષે ₹30,367 કરોડ હતી. નકલી દસ્તાવેજો અને મોટા કોર્પોરેટ ગૃહો દ્વારા કરવામાં આવતા આ ફ્રોડ બેંકો માટે માથાનો દુખાવો બની ગયા છે.

સામાન્ય ગ્રાહકો માટે રાહત: ડિજિટલ ફ્રોડમાં મોટો ઘટાડોએક તરફ જ્યાં મોટા લોન ફ્રોડ વધ્યા છે, ત્યાં કાર્ડ અને ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયેલા ફ્રોડમાં આશ્ચર્યજનક ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2025-26માં ડિજિટલ ફ્રોડની રકમ માત્ર ₹29 કરોડ રહી છે, જે ગયા વર્ષે ₹517 કરોડ જેટલી મોટી હતી. કેસોની સંખ્યા પણ 13,332 થી ઘટીને માત્ર 293 પર આવી ગઈ છે. આરબીઆઈના મતે, ડિજિટલ સુરક્ષાના કડક પગલાં અને સતત મોનિટરિંગને કારણે આ સફળતા મળી છે.
RBI લાવી રહ્યું છે 'કિલ સ્વિચ' સુવિધાભવિષ્યમાં ઓનલાઈન ફ્રોડને સંપૂર્ણપણે રોકવા માટે આરબીઆઈ હવે 'કિલ સ્વિચ' (Kill Switch) નામની સુવિધા લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ સુવિધા દ્વારા કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં ગ્રાહક પોતાના મોબાઈલ કે ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા એક જ ક્લિકમાં પોતાના ખાતાના તમામ ટ્રાન્ઝેક્શન તાત્કાલિક બંધ કરી શકશે. આ ઉપરાંત, સાયબર સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે ભારત સરકારે વિશ્વમાં સૌપ્રથમ વાર .bank.in નામનું વિશિષ્ટ અને સુરક્ષિત ડોમેન શરૂ કર્યું છે, જે ઓનલાઈન બેંકિંગને વધુ સુરક્ષિત બનાવશે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati