ભારત પોતાની આકાશી સુરક્ષાને વધુ મજબૂત કરવા જઈ રહ્યું છે. ભારતીય વાયુસેના માટે S-400 'સુદર્શન' લોંગ-રેન્જ એર ડિફેન્સ સિસ્ટમના વધુ 5 સ્ક્વાડ્રન ખરીદવાના ટેન્ડર પર રશિયાએ સંરક્ષણ મંત્રાલયને પોતાનો વિગતવાર પ્રપોઝલ સોંપી દીધો છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયાનો જવાબ મળી ચૂક્યો છે અને તેના પર આગળની પ્રક્રિયા ચાલી રહી છે.
અગાઉ ભારતે 2018માં પાંચ સ્ક્વાડ્રન માટે 5.43 અબજ ડોલરની ડીલ સાઈન કરી હતી. જેમાંથી ત્રણ સ્ક્વાડ્રન પહેલેથી જ વાયુસેનામાં સામેલ થઈ ચૂક્યા છે અને તેમને પંજાબ-જમ્મુ, રાજસ્થાન-ગુજરાત અને સિક્કિમ સેક્ટરમાં તૈનાત કરવામાં આવ્યા છે, જેથી એક ત્રિકોણીય સુરક્ષા કવચ બની શક્યું છે.
સંરક્ષણ અધિકારીઓએ તાજેતરમાં પુષ્ટિ કરી હતી કે ચોથું સ્ક્વાડ્રન દરિયાઈ માર્ગે ભારત આવવા માટે રવાના થઈ ચૂક્યું છે. જ્યારે પ્રથમ કોન્ટ્રાક્ટનું પાંચમું અને છેલ્લું સ્ક્વાડ્રન નવેમ્બર ૨૦૨૬ સુધીમાં આવે તેવી અપેક્ષા છે. યુક્રેન યુદ્ધના કારણે તેના પુરવઠામાં અગાઉ મોડું થયું હતું.
અન્ય પાંચ સ્ક્વાડ્રનના પ્રસ્તાવને માર્ચ 2026માં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં 2.38 લાખ કરોડની મંજૂરીઓનો એક ભાગ હતો. આ એક 'ફોલો-ઓન' ઓર્ડર છે. સૂત્રોનું કહેવું છે કે આના પર અમેરિકી CAATSA પ્રતિબંધો લાગુ થશે નહીં કારણ કે ૨૦૧૮ની ડીલ માટે પહેલેથી જ છૂટ મળેલી છે.
આ વધારાના યુનિટ્સને પૂર્વ અને પશ્ચિમ બંને સરહદો પર તૈનાત કરવામાં આવે તેવી શક્યતા છે, જેથી સ્વદેશી 'પ્રોજેક્ટ કુશા' સાથે મળીને ભારતના લેયર્ડ એર ડિફેન્સ નેટવર્કને વધુ મજબૂત બનાવી શકાય. આ ઉપરાંત, વાયુસેના 10,000 કરોડના ખર્ચે અલગથી મિસાઈલ ખરીદીની પ્રક્રિયા પણ કરી રહી છે જેથી 'સિંક્રેનાઈઝડ' ઉપયોગ દરમિયાન વપરાયેલા S-400 ઈન્ટરસેપ્ટર્સની ભરપાઈ કરી શકાય. તમામ 10 સ્ક્વાડ્રન તૈનાત થઈ ગયા પછી, અધિકારીઓનું કહેવું છે કે ભારતનું એરસ્પેસ ડ્રોન, 4.5 જનરેશનના ફાઈટર જેટ્સ અને બેલિસ્ટિક મિસાઈલો માટે લગભગ અભેદ્ય બની જશે.
https://www.tv13gujarati.com/ style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https://www.facebook.com/tv13gujarati style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https://twitter.com/tv13gujarati style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https://instagram.com/tv13gujarati style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https://www.linkedin.com/company/9095... style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https: //whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s; background-color: rgb(255, 255, 255);"> https://chat.whats

