સાબરકાંઠાના હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં શંકાસ્પદ હાલતમાં અંદાજે ૩ થી ૪ મહિનાના માસૂમ નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા આખા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને લઈને સ્થાનિક રહીશોમાં રોષ અને ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એક નવજાત શિશુનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો તુરંત જ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિનો તાગ મેળવીને મૃતદેહને પોતાના કબજામાં લીધો છે અને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે કે આ અભાગા બાળક કોનું હતું અને તેને કોણે દફનાવ્યું હતું. બાળકના મોતનું અસલી અને ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, જેના રિપોર્ટ બાદ જ રહસ્ય પરથી પડદો ઉંચકાશે. પોલીસે ગુનો નોંધીને આ મામલે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.

