Dailyhunt
સંજય દત્તની આગામી ફિલ્મ 'આખરી સવાલ'નું ટીઝર, જોવા મળશે ગુરુ-શિષ્યનો જંગ, જાણીલો રિલીઝની તારીખ...

સંજય દત્તની આગામી ફિલ્મ 'આખરી સવાલ'નું ટીઝર, જોવા મળશે ગુરુ-શિષ્યનો જંગ, જાણીલો રિલીઝની તારીખ...

મુંબઈ: બોલીવુડના દિગ્ગજ અભિનેતા સંજય દત્ત ફરી એકવાર પડદા પર પોતાની ગંભીર ભૂમિકાથી ધમાકેદાર વાપસી કરવા માટે તૈયાર છે. હનુમાન જયંતીના પાવન અવસરે તેમની આગામી હાર્ડ-હિટિંગ ડ્રામા ફિલ્મ 'આખરી સવાલ'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ માત્ર એક મનોરંજક વાર્તા જ નહીં, પરંતુ ભારતીય ઇતિહાસના કેટલાક વણઉકેલ્યા પ્રશ્નો અને રાષ્ટ્રીય વિચારધારાના પાયા સમાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષના ભૂતકાળ પર આધારિત હોવાનું માનવામાં આવે છે.
ટીઝરમાં સંજય દત્તનો અત્યંત ગંભીર લુક સામે આવ્યો છે, જે એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન દર્શાવતા પોસ્ટર સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક અભિજીત મોહન વરાંગ દ્વારા નિર્દેશિત આ ફિલ્મની વાર્તા એક શિષ્ય અને તેના ગુરુ વચ્ચેના વૈચારિક સંઘર્ષની આસપાસ ફરે છે. ફિલ્મમાં સંજય દત્ત પ્રોફેસર ગોપાલ નાડકર્ણીના પાત્રમાં જોવા મળશે, જ્યારે અભિનેતા અમિત સાધ એક તેજસ્વી પરંતુ બળવાખોર શિષ્ય 'વિકી'ની ભૂમિકા ભજવી રહ્યો છે. એક થિસીસ રિજેક્ટ થવાથી શરૂ થયેલો વિવાદ કેવી રીતે રાષ્ટ્રીય ચર્ચાનું સ્વરૂપ ધારણ કરે છે અને તેમાં સત્ય, ઇતિહાસ અને યુવા પેઢીના પરિપ્રેક્ષ્‍યને કેવી રીતે જોવામાં આવે છે, તે આ ફિલ્મનો મુખ્ય વિષય છે. 'આખરી સવાલ'માં મહાત્મા ગાંધીની હત્યા પછી RSS પર લાદવામાં આવેલા પ્રતિબંધ અને બાબરી મસ્જિદ જેવા સંવેદનશીલ ઐતિહાસિક મુદ્દાઓના સંદર્ભો પણ લેવામાં આવ્યા છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટમાં સંજય દત્ત અને અમિત સાધ ઉપરાંત લાંબા સમય પછી મોટા પડદે પરત ફરી રહેલી સમીરા રેડ્ડી, નમાશી ચક્રવર્તી, નીતુ ચંદ્રા અને ત્રિધા ચૌધરી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ નિખિલ નંદા, ધનરાજ નથવાણી અને સંજય દત્ત દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. ફિલ્મના ડાયલોગ્સ ઉત્કર્ષ નૈથાણીએ લખ્યા છે, જ્યારે કુમાર વિશ્વાસના ગીતો અને મોન્ટી શર્માનું સંગીત ફિલ્મને વધુ પ્રભાવશાળી બનાવશે.
સંજય દત્ત હાલમાં રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર'ની સફળતાનો આનંદ માણી રહ્યા છે, ત્યારે 'આખરી સવાલ' તેમના માટે કારકિર્દીની એક માઈલસ્ટોન ફિલ્મ સાબિત થઈ શકે છે. "The Question India Never Stopped Asking" ટેગલાઇન સાથે રિલીઝ થયેલું આ ટીઝર દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાડી રહ્યું છે. આ ફિલ્મ 15 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે નિર્ધારિત છે. સત્ય અને જૂઠાણા વચ્ચેની પાતળી રેખા અને ઇતિહાસના પાનાઓમાં છુપાયેલા રહસ્યોને ઉજાગર કરતી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ વૈચારિક ક્રાંતિ લાવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
Follow TV13 Gujarati on Social Media:----------------Website: https://www.tv13gujarati.com/Facebook: https://www.facebook.com/tv13gujarati/YouTube: https://www.youtube.com/@tv13gujaratidigitalTwitter: https://x.com/tv13gujaratiInstagram: https://instagram.com/tv13gujaratiLinkedIn: https://www.linkedin.com/company/9095...WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2UWhatsApp Group: https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati