1971ના યુદ્ધ સમયે પાકિસ્તાનથી ભારત આવીને થરાદ સ્થિત શિવનગરમાં સ્થાયી થયેલા પરિવારો માટે આ વખતની રક્ષાબંધન અત્યંત વિશેષ બની રહી. જે ભાઈઓની સગી બહેનો આજે પણ પાકિસ્તાનમાં વસે છે, તેવા શરણાર્થી ભાઈઓની બહેનની ઉણપ પૂરી કરવા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર શિવનગર પહોંચ્યા હતા. ગેનીબેને વૃદ્ધ ભાઈઓના કાંડા પર રાખડી બાંધી તેમના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી.
થરાદના શિવનગરમાં સાંસદ ગેનીબેન ઠાકોરે શરણાર્થી વૃદ્ધોના ખબરઅંતર પૂછ્યા1971માં સરહદ પારથી આવેલા અને હાલ થરાદના શિવનગરમાં જીવન વિતાવી રહેલા શરણાર્થી પરિવારો માટે રક્ષાબંધનનો તહેવાર હંમેશા બહેનની યાદો અને વિરહ લઈને આવે છે. વર્ષો વીતી ગયા હોવા છતાં, પાકિસ્તાનમાં રહી ગયેલી બહેનોની યાદ આ ભાઈઓના મનમાં આજે પણ તાજી છે. ગેનીબેન ઠાકોર વૃદ્ધ ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે, ભાઈઓએ ભાવુક થઈ સાંસદના શિર પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા હતા.
ભાઈઓના કાંડા પર રક્ષાસૂત્ર બાંધ્યુંઆ વર્ષે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આ શરણાર્થી ભાઈઓની વહારે આવીને તહેવારની ખુશી બેવડાવી હતી. ગેનીબેને શિવનગર પહોંચી તમામ ભાઈઓના કાંડા પર રક્ષાસૂત્ર બાંધ્યું હતું. રાખડી બાંધવાની સાથે જ સાંસદે બહેન તરીકે એક ખાસ વચન માંગ્યું હતું કે, જે ભાઈઓ કે યુવાનો દારૂ કે અન્ય વ્યસન કરે છે તેઓ તેને કાયમ માટે છોડી દે. બહેનની ખોટ પૂરવાની સાથે સામાજિક સુધારાનો આ સંદેશ જોઈ સ્થાનિકો અને વૃદ્ધો ભાવવિભોર બન્યા હતા.બહેનની કમી ન સાલે તે માટે અહીં રાખડી બાંધવા આવ્યાઃ ગેનીબેનસાંસદ ગેનીબેન ઠાકોરે આ પ્રસંગે કહ્યું કે,"1971ના યુદ્ધ સમયે પાકિસ્તાનથી આવીને થરાદ ખાતે અહીં વસેલા ભાઈઓની સગી બહેનો આજે પણ સરહદ પાર છે. રક્ષાબંધને તેમને બહેનની કમી ન સાલે તે માટે અમે અહીં રાખડી બાંધવા આવ્યા છીએ. રાખડીના બદલામાં મેં તમામ ભાઈઓ અને યુવકો પાસે વચન માંગ્યું છે કે તેઓ આજથી જ દારૂ જેવા વ્યસન બંધ કરે. આ બહેન માટે તમારા આશીર્વાદ કાયમ રહેશે." આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત આંબાભાઈ સોલંકી સિધ્ધરાજસિંહ તુલસીભાઈ ધમડા પાંચાભાઇ બઢીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

