સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. આ સાથે હવામાન વિભાગે આગામી 3 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 3 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહીગુજરાતમાં ચોમાસું પ્રચંડ વેગ પકડી રહ્યું છે, જેના પગલે હવામાન વિભાગ દ્વારા આગામી ૩ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 48 કલાક માટે રાજ્યમાં અત્યંત ગંભીર અને ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવના હોવાથી આ બંને મોટા શહેરો માટે આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ અને ભારે ગણાવવામાં આવ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર,6 જુલાઈ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે. આ ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વાવાઝોડા જેવો માહોલ સર્જાશે અને મેઘમહેર જોવા મળશે. આ ચોમાસાની સિસ્ટમ અહીં જ નહીં અટકે, પરંતુ ૧૦ થી ૧૨ જુલાઈ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર વરસાદનો નવો મજબૂત રાઉન્ડ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ભૂક્કા..!ભારે વરસાદના આ પ્રચંડ એલર્ટને પગલે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે હાઈ એલર્ટ પર છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ તંત્રને સ્ટેન્ડબાય રહેવાના આદેશો આપી દેવાયા છે. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લા સહિત આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ન સર્જાય તે માટે અત્યારથી જ પાણીના નિકાલની વ્યવસ્થાઓ ચકાસવામાં આવી રહી છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવા અપીલ કરવામાં આવી છે.

