Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
SBI PO Recruitment 2026 : SBIમાં 1500 PO પોસ્ટ માટે ભરતીની તક! અરજીની છેલ્લી તારીખ નજીક, તરત કરો એપ્લાય

SBI PO Recruitment 2026 : SBIમાં 1500 PO પોસ્ટ માટે ભરતીની તક! અરજીની છેલ્લી તારીખ નજીક, તરત કરો એપ્લાય

બેન્કિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એક શાનદાર તક લઈને આવ્યું છે. SBI દ્વારા પ્રોબેશનરી ઓફિસર (PO) ભરતી 2026 માટે કુલ 1500 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 8 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે. છેલ્લી ઘડીએ વેબસાઇટ પર વધુ ટ્રાફિકને કારણે મુશ્કેલી સર્જાઈ શકે છે, તેથી ઉમેદવારોએ સમયસર અરજી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.
આ ભરતી હેઠળ 1446 નિયમિત અને 54 બેકલોગ સહિત કુલ 1500 જગ્યાઓ ભરવામાં આવશે. જોકે બેંકે જરૂરિયાત મુજબ જગ્યાઓની સંખ્યામાં ફેરફાર કરવાની શક્યતા પણ દર્શાવી છે.
આ ભરતી માટે ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષ અથવા અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે, પરંતુ જો તેઓ ઈન્ટરવ્યૂ માટે પસંદ થાય તો 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં ડિગ્રી પૂર્ણ થયાનો પુરાવો રજૂ કરવો પડશે. ઉમેદવારની ઉંમર 1 એપ્રિલ 2026ના રોજ ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટ મળશે. અરજી ફી જનરલ, OBC અને EWS ઉમેદવારો માટે 750 રાખવામાં આવી છે. જ્યારે SC, ST અને PwBD ઉમેદવારો માટે અરજી સંપૂર્ણપણે મફત રહેશે.
પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં પ્રિલિમિનરી ઓનલાઈન પરીક્ષા સંભવિત ઓગસ્ટ 2026માં લેવામાં આવશે, ત્યારબાદ સપ્ટેમ્બર 2026માં મેઈન પરીક્ષા યોજાશે. અંતિમ તબક્કામાં સાઇકોમેટ્રિક ટેસ્ટ, ગ્રુપ એક્સરસાઇઝ અને પર્સનલ ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોને Junior Management Grade Scale-I હેઠળ નિમણૂક આપવામાં આવશે અને શરૂઆતનો બેઝિક પગાર ₹48,480 મળશે. આ ઉપરાંત વિવિધ ભથ્થાં અને અન્ય બેંકિંગ સુવિધાઓ પણ મળશે. અરજી કરવા માટે ઉમેદવારોએ SBI Careers વેબસાઇટ પર જઈ રજિસ્ટ્રેશન કરવું, અરજી ફોર્મ ભરવું, જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા, ફી ભરવી અને અરજી સબમિટ કરીને કન્ફર્મેશન પેજની પ્રિન્ટ સાચવી રાખવી જરૂરી છે. જો તમે SBIમાં અધિકારી તરીકે કારકિર્દી બનાવવા માંગતા હોવ તો 8 જુલાઈ પહેલાં અરજી પૂર્ણ કરવી અત્યંત જરૂરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati