વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCO સમિટના 26મા શિખર સંમેલનમાં પાકિસ્તાનનું નામ લીધા વિના આતંકવાદ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કિરગીઝસ્થાનની રાજધાની બિશ્કેક ખાતે યોજાયેલી આ વૈશ્વિક બેઠકમાં PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આતંકવાદ, તેની ફંડિંગ, કટ્ટરતા અને આશ્રયસ્થાનના સમગ્ર ઈકો-સિસ્ટમને ધ્વસ્ત કરવું અનિવાર્ય છે. આ મહત્ત્વપૂર્ણ બેઠક દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય મુલાકાતો યોજાઈ હતી, જ્યારે ફોટો સેશન દરમિયાન મંચ પર પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ ઉપસ્થિત રહ્યા હોવા છતાં વડાપ્રધાન મોદીએ તેમની સાથે કોઈપણ પ્રકારની ઔપચારિક કે નજર મિલાવવાની અદલાબદલી ટાળી હતી.
ભારતના વલણને સ્પષ્ટ કરતા PM મોદીએ હતું કે, ભારત હંમેશાં વેપારને સરળ બનાવતી, બજારોને જોડતી અને પ્રાદેશિક અખંડિતતા તથા સાર્વભૌમત્વનું સન્માન કરતી કનેક્ટિવિટી પહેલોનું પૂરું સમર્થન કરે છે. એસસીઓ માત્ર એક આંતરરાષ્ટ્રીય મંચ નથી પરંતુ ભારત માટે મહાન સભ્યતા, સંસ્કૃતિ અને વિચારોનો અદ્ભુત સંગમ છે, જે ક્ષેત્રીય વિકાસ અને સમૃદ્ધિ માટે અનન્ય તકો પૂરી પાડે છે.

