Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
SCO Summit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાનની યાત્રા શરૂ, વૈશ્વિક નેતાઓ સાથે યોજાશે દ્વિપક્ષીય બેઠકો, જાણો આખું શિડયુલ

SCO Summit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાનની યાત્રા શરૂ, વૈશ્વિક નેતાઓ સાથે યોજાશે દ્વિપક્ષીય બેઠકો, જાણો આખું શિડયુલ

ડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉઝબેકિસ્તાનની મુલાકાતે રવાના થયા છે. પીએમ મોદી 29થી 30 ઓગસ્ટ સુધી ઉઝબેકિસ્તાનના પ્રવાસે રહેશે. ત્યારબાદ તેઓ કિરગિઝસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન શિખર સંમેલનમાં ભાગ લેશે. ભારતથી રવાના થતાં પહેલાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ આ સંગઠન માટે ભારતના દ્રષ્ટિકોણને આગળ ધપાવવા અને આતંકવાદના દૂષણથી મુક્ત ક્ષેત્રનું નિર્માણ કરવા માટે સહયોગી દેશો સાથે કામ કરવા ઉત્સુક છે.
વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમની આ યાત્રા મધ્ય એશિયા સાથે ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં અને આ ક્ષેત્ર સાથે ભારતના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવામાં મદદ કરશે.


આ યાત્રા શાંતિ અને સ્થિરતા વધારશેપોતાની મુલાકાત પહેલાં જારી કરેલા નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું કે, આ પ્રવાસ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિના સંયુક્ત પ્રયાસોને આગળ વધારશે. તેમણે ઉમેર્યું, "ભારત 2017થી SCOનું સક્રિય અને રચનાત્મક સભ્ય રહ્યું છે. હું સુરક્ષા, કનેક્ટિવિટી અને તકો પર આધારિત ક્ષેત્ર માટે ભારતના વિઝનને આગળ વધારવા માટે આતુર છું. અમે એક એવા પ્રદેશનું નિર્માણ કરવા માંગીએ છીએ જે આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદના અભિશાપથી મુક્ત હોય. આ પડકારો આપણા પડોશની સાથે વિશ્વના અન્ય ભાગોમાં પણ શાંતિ અને સ્થિરતા માટે સતત ખતરો બનેલા છે."
30 ઓગસ્ટ સુધી તાશ્કંદમાં રહેશે પીએમ મોદીવડાપ્રધાને જણાવ્યું કે, ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિરઝિયોયેવના આમંત્રણ પર તેઓ 29થી 30 ઓગસ્ટ દરમિયાન તાશ્કંદની મુલાકાતે રહેશે. તાજેતરના વર્ષોમાં ભારત-ઉઝબેકિસ્તાન વ્યૂહાત્મક ભાગીદારીમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. પીએમ મોદીએ કહ્યું, "હું રાષ્ટ્રપતિ મિરઝિયોયેવ સાથે વેપાર, રોકાણ, ડિજિટલ કનેક્ટિવિટી, સંરક્ષણ અને ઊર્જા ક્ષેત્રે સહયોગ વધારવા તથા 'વિકસિત ભારત' અને 'નવા ઉઝબેકિસ્તાન'ના આપણા વિઝનને આગળ ધપાવવા અંગે ચર્ચા કરીશ." તાશ્કંદમાં તેઓ શાસ્ત્રી સ્મારક અને 'તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ' સ્થિત મહાત્મા ગાંધી કેન્દ્રની પણ મુલાકાત લેશે.
26મા SCO શિખર સંમેલનમાં આપશે હાજરીતાશ્કંદથી પીએમ મોદી કિરગિઝસ્તાનના રાષ્ટ્રપતિ સદિર જપારોવના અતિથિ બની બિશ્કેક જશે, જ્યાં તેઓ 26મા SCO શિખર સંમેલનમાં હાજરી આપશે. આ સંગઠનની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ બેઠક યોજાઈ રહી છે. અહીં પીએમ મોદી વર્લ્ડ નોમેડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પણ ભાગ લેશે. આ સંમેલન દરમિયાન પીએમ મોદી સભ્ય દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.
https://www.tv13gujarati.com/ style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https://www.facebook.com/tv13gujarati style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https://twitter.com/tv13gujarati style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https://instagram.com/tv13gujarati style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https://www.linkedin.com/company/9095... style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https: //whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U style="box-sizing: border-box; color: rgb(9, 16, 31); transition: 0.5s;"> https://chat.whats
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati