Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sensex today: સેન્સેક્સ 382 અને નિફ્ટી 101 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, IT શેરોમાં તોફાની તેજી

Sensex today: સેન્સેક્સ 382 અને નિફ્ટી 101 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, IT શેરોમાં તોફાની તેજી

ભારતીય શેરબજારમાં છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા ઘટાડાનો સિલસિલો આજે રોકાઈ ગયો હતો. મંગળવારે ઘરેલું શેરબજાર આશરે 0.50 ટકાની તેજી સાથે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. અઠવાડિયાના બીજા દિવસે, આજે BSE સેન્સેક્સ 382.50 પોઇન્ટવધીને 74,649.84 પર બંધ રહ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 100.95 પોઈન્ટ (0.49 ટકા)ની બઢત સાથે 23,483.55ના સ્તરે બંધ થયો હતો.
મંગળવારે IT કંપનીઓના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, આજે સવારે બજારની શરૂઆત ઘટાડા સાથે લાલ નિશાનમાં થઈ હતી.
મંગળવારે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 20 કંપનીઓના શેર તેજી સાથે લીલા નિશાનમાં અને બાકીની 10 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી 50ની પણ 50માંથી 34 કંપનીઓના શેર વધ્યા હતા અને 16 કંપનીઓના શેર ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સની કંપનીઓમાં ટાટા ગ્રુપની આઇટી કંપની TCS નો શેર આજે સૌથી વધુ 6.53 ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે, NTPCનો શેર સૌથી વધુ ૨.૮૯ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.
સેન્સેક્સની અન્ય કંપનીઓમાં આજે ઇન્ફોસિસ 5.66 ટકા, HCL ટેક 4.08 ટકા, અદાણી પોર્ટ્સ 1.84 ટકા, ટેક મહિન્દ્રા ૧.૭૬ ટકા, ટાઇટન ૧.૩૪ ટકા, ITC 1.23 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.10 ટકા અને ટ્રેન્ટ 1.03 ટકાની તેજી સાથે બંધ થયા હતા. આ ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, HDFC બેંક, મારુતિ સુઝુકી, ઈન્ડિગો, હિન્દુસ્તાન યુનિલિવર, કોટક મહિન્દ્રા બેંક, SBI, ભારતી એરટેલ અને ટાટા સ્ટીલના શેરમાં પણ સુધારો જોવા મળ્યો હતો.
બીજી તરફ, આજે એક્સિસ બેંકના શેરમાં 1.7 cell ટકા, પાવર ગ્રીડ 1.38 ટકા, ICICI બેંક 1.06 ટકા, બજાજ ફાઈનાન્સ 0.91 ટકા અને બજાજ ફિનસર્વમાં 0.79 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને L&T ના શેર પણ ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati