Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Share Market Crash: સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,550ની નીચે, રોકાણકારોના ડૂબ્યા 6 લાખ કરોડ

Share Market Crash: સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,550ની નીચે, રોકાણકારોના ડૂબ્યા 6 લાખ કરોડ

ભારતીય શેરબજારમાં શુક્રવારે ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. નબળા વૈશ્વિક સંકેતો, ચોમાસાને લઈને વધતી ચિંતા અને કેટલાક સેક્ટર્સમાં જોરદાર પ્રોફિટ બુકિંગના કારણે બજાર ખરાબ રીતે તૂટી ગયું હતું.અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં ભયંકર વેચવાલીના કારણે હાહાકાર મચી ગયો હતો.
સવારે સામાન્ય ઉછાળા સાથે ખૂલેલા બજાર પર બપોર સુધીમાં મંદીવાળાઓએ એવી પકડ મજબૂત કરી કે દલાલ સ્ટ્રીટ પર 'બ્લડબાથ' જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ચોતરફથી આવેલા વેચવાલીના દબાણમાં સેન્સેક્સ આશરે 1,100 પોઈન્ટ તૂટી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ 23,550ના સ્તરની નીચે સરકીને બંધ આવ્યો હતો. બજારમાં આવેલા આ અચાનક ભૂકંપના કારણે રોકાણકારોના અંદાજે 6 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા હતા.
બજારના અંતે એનએસઈનો મુખ્ય ઈન્ડેક્સ નિફ્ટી 50 ચોતરફ વેચવાલીના દબાણમાં ખરાબ રીતે તૂટીને 23,550ના સ્તરની નીચે બંધ થયો હતો. મોટા શેરોની સાથે-સાથે આજે બ્રોડર માર્કેટ (મિડકેપ અને સ્મોલકેપ) પર પણ પેનિક સેલિંગ હાવી રહી હતી. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં જ્યાં 1.4 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો, ત્યાં સ્મોલકેપ ઇન્ડેક્સ પણ 1 ટકાથી વધુ સરકીને બંધ થયો હતો.

આજના કારોબારની સૌથી ખાસ વાત એ રહી કે આઈટી સેક્ટરને બાદ કરતાં બજારના તમામ સેક્ટર્સ લાલ નિશાનમાં ડૂબેલા જોવા મળ્યા હતા. આજે બજારને નીચે ખેંચવામાં ઓટો, મેટલ, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટર્સનો સૌથી મોટો હાથ રહ્યો હતો. આ તમામ સેક્ટર્સ આજના સત્રમાં લગભગ 2-2 ટકા સુધી તૂટીને બંધ થયા હતા. નિફ્ટીના ટોપ લૂઝર્સ આજે સૌથી વધુ માર આઈશર મોટર્સ, ઈન્ટરગ્લોબ એવિએશન (ઈન્ડિગો), પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓએનજીસી અને બજાજ ઓટોના શેરો પર પડ્યો હતો. આવા ભયંકર કડાકાની સમયમાં પણ ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ, વિપ્રો અને લાર્સન એન્ડ ટુબ્રોના શેરો લીલા નિશાનમાં ટકી રહેવામાં સફળ રહ્યા હતા.
શુક્રવારે ભારતીય શેરબજારમાં આવેલી આ મોટી ગિરાવટ પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર હતા. નિષ્ણાતોના મતે, વીકેન્ડ પહેલા રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ઝડપી નફાખોરી બજાર તૂટવાનું મુખ્ય કારણ બની હતી. આ ઉપરાંત, અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં શિપિંગ ફરી શરૂ થવાના સમાચારોએ પણ બજારમાં અસ્થિરતા વધારી હતી.

બીજી તરફ, ભારત હવામાન વિભાગ દ્વારા ચોમાસાનું અનુમાન ઘટાડીને 90% કરવાથી રોકાણકારોની ચિંતામાં વધારો થયો છે. નબળા વરસાદ અને એલ નીનોની આશંકાથી ખાદ્ય મોંઘવારી વધવાનો ડર પેદા થયો છે. આ ઉપરાંત, MSCI ઇન્ડેક્સમાં ફેરફારના કારણે પણ બજારમાં ઉતાર-ચઢાવ વધ્યો હતો. ફેડરલ બેંક, ઈન્ડિયન બેંક અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) જેવા શેરોને MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં સામેલ કરવામાં આવ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati