હૈદરાબાદમાંથી ભોજન બનાવવા વપરાતા મસાલા સંબંધિત ચોંકાવનાર એહવાલ સામે આવ્યા છે. H-FAST અને GHMCની કાર્યવાહીમાં 140 દિવસો અંદર 247 ટનથી વધુ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થનો જથ્થો કબ્જે કરાયો છે. મસાલા, પનીર, અચાર, ચા, ચિકન અને ફળોમાં ખતરનાક કેમિકલ અને ભેળસેળ મળતા 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. લોકોની રોજીંદા વપરાશમાં સામેલ ઝીરું, વરિયાળી સહિત પણ કેમિકલયુક્ત હોવાનું સામે આવ્યું હતું.હૈદરાબાદ પોલીસની H-FAST એટલે હૈદરાબાદ ફૂડ એડલ્ટરેશન સર્વિલાન્સ ટીમ અને GHMC ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત અભિયાન ચલાવી 13 મસાલા ઉત્પાદન અને પ્રોસેસિંગ યુનિટ પર દરોડા પાડ્યા હતા.
કપડા માટે વાપરવાનો રંગ મસાલામાં વપરાતોતપાસ દરમિયાન અધિકારીઓને જે માહિતી મળી તેનાથી તેઓ પણ ચોંક્યા હતા. અધિકારીઓ અનુસાર લોકોનાં રસોડા સુધી પહોંચનારા મસાલામાં કપડા માટ વપરાતો રંગ, ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ, સિન્થેટિક ફૂડ કલર, ટેલ્કમ પાઉડર અને રાઈસ બ્રાન ઓઈલ ભેળવવામાં આવતું હતું. આ મસાલાને ચમકદાર અને વજનદાર બતાવવા ભેળસેળ કરવામાં આવતી હતી. આ ઉપરાંત વધુ નફો રળવાનો હેતુ તો સામેલ હતો જ.
140 દિવસમાં 659 દરોડા, 202 એફઆઈઆરસૌથી ચોંકાવનારી વાત એ છે કે- આ દરોડા માત્ર એક દિવસ પૂરતા નથી. આ અભિયાન ગત 140 દિવસથી ચાલી રહ્યું છે. આ દરમિયાન કૂલ 659 દરોડા પડ્યા હતા અને 202 જેટલી એફઆઈઆર નોંધવામાં આવી છે. આ સાથે 247 ટનથી વધુ ભેળસેળયુક્ત મસાલા અને ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરાયો હતો. આટલો મોટો જથ્થો એ ચિંતાજનક છે. કાર્યવાહી દરમિયાન 27 ટનથી વધુ સડેલો અદરક-લસણનો પેસ્ટ પણ કબજે કરાયો હતો, લગભગ 60 ટન ચિકન વેસ્ટ પણ અધિકારીઓએ કબજે કર્યો હતો.

