Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સોમવારનો દિવસ ગુજરાત માટે 'ભારે', 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ, આભ ફાટે તેવી સ્થિતિ સર્જાઇ શકે

સોમવારનો દિવસ ગુજરાત માટે 'ભારે', 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ, આભ ફાટે તેવી સ્થિતિ સર્જાઇ શકે

ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓ માટે વરસાદની નવી આગાહી અને ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી કેટલાક દિવસો રાજ્યના અનેક ભાગો માટે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ?
દક્ષિણ ગુજરાત: ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં શરૂઆતના ત્રણેય દિવસ (5 થી 7 જુલાઈ) અત્યંત ભારે વરસાદની આશંકા છે.
સૌરાષ્ટ્ર: ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ 5 જુલાઈના રોજ આભ ફાટે તેવી (અત્યંત ભારે) વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે.
6 જુલાઈ (સોમવાર)અત્યંત ભારે વરસાદ: ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ સમાન અત્યંત ભારે વરસાદની સંભાવના છે.ભારેથી અતિભારે વરસાદ: છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.ભારે વરસાદ: પંચમહાલ, મહીસાગર, વડોદરા અને પોરબંદરમાં ભારે વરસાદની સંભાવના છે.હળવોથી મધ્યમ વરસાદ: ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદમાં 40 થી 50 કિમી/કલાકની ઝડપે પવન અને મધ્યમ મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.7 જુલાઈ (મંગળવાર)દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદનો દોર ચાલુ રહેશે. સુરત, તાપી, ભરૂચ, ભાવનગર અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના યથાવત છે. મધ્ય ગુજરાતના વડોદરામાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે8 જુલાઈ (બુધવાર)આ દિવસથી વરસાદનું જોર થોડું ઘટશે, છતાં વલસાડ, નવસારી, ડાંગ અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બનાસકાંઠા અને મહેસાણા સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકાની આગાહીને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે. 8 જુલાઇ બાદ 11 જુલાઇ સુધી વરસાદનું જોર રાજ્યમાં ઘટશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati