દિવ્યેશ પરમાર, સુરતસુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તાપી નદીમાં પાણીની આવક સતત વધી રહી છે. ઉપરવાસમાં થયેલા વરસાદની અસર હવે સુરત સુધી પહોંચી છે, જેના કારણે રાંદેર-સિંગણપોર વિયર કમ કોઝવે પરથી ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. કોઝવેના આકાશી દૃશ્યો સામે આવતા વરસાદની તીવ્રતાનો સ્પષ્ટ અંદાજ આવી રહ્યો છે. હાલ કોઝવેની સપાટી 6.79 મીટર નોંધાઈ છે અને તેના પરથી 50,795 ક્યુસેક પાણી વહી રહ્યું છે.
Surat | સુરત વિયર કમ કોઝવે છલકાયાના અદ્ભુત આકાશી દૃશ્યો

