Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુરત શહેરમાં રોગચાળો બન્યો બેકાબુ, 8 વર્ષિય વિદ્યાર્થિની સહિત 3 લોકોના મોત, પાણીજન્ય રોગ વધતા આરોગ્ય તંત્ર હરકતમાં

સુરત શહેરમાં રોગચાળો બન્યો બેકાબુ, 8 વર્ષિય વિદ્યાર્થિની સહિત 3 લોકોના મોત, પાણીજન્ય રોગ વધતા આરોગ્ય તંત્ર હરકતમાં

સુરત શહેરમાં ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ રોગચાળાએ માથું ઊંચક્યું છે અને સ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઈ છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કારણે સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો છે, જેના પરિણામે આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી છે.સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગોએ અત્યાર સુધીમાં 3 લોકોનો ભોગ લીધો છે, જેમાં એક 8 વર્ષીય નાની માસૂમ વિદ્યાર્થિની પણ સામેલ છે.
હોસ્પિટલમાં એક દર્દીનું ડેન્ગ્યુના કારણે જ્યારે અન્ય એક દર્દીનું ટાઈફોડના કારણે મૃત્યુ થયું છે. આ ઘટનાથી મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને શહેરમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે.
વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારોસુરત શહેરમાં રોગચાળો બેકાબુ બનતા શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ.ભરત ચાવડાના જણાવ્યા મુજબ, ચોમાસાની સિઝનના કારણે મેડિકલ ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં અણધાર્યો વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ મેડિકલ ઓપીડીમાં 1000 આસપાસ કેસ નોંધાતા હતા, જે વધીને હવે રોજના 350થી 400 જેટલા નવા અને જૂના તાવ તથા વાયરલ ઇન્ફેક્શનના કેસો નોંધાઈ રહ્યા છે.
આરોગ્ય તંત્રની સાવચેતી અને નાગરિકો માટે સલાહપાણીજન્ય રોગ વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સક્રિય થઈ ગયું છે અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આ વાયરલ ઇન્ફેક્શન અને ચોમાસાની સિઝનમાં માત્ર ઉકાળેલું કે શુદ્ધ પાણી જ પીવું જોઈએ. જો તાવ કે શરીરના અન્ય કોઈ લક્ષણો જણાય, તો તુરંત જ નજીકની હોસ્પિટલમાં જઈને ડૉક્ટરની યોગ્ય સલાહ મુજબ સમયસર સારવાર લેવી અનિવાર્ય છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati