Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Surat: ઉત્રાણ પોલીસની મોટી કાર્યવાહી, વિદેશી દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ, 3 શખ્સોને દબોચ્યા

Surat: ઉત્રાણ પોલીસની મોટી કાર્યવાહી, વિદેશી દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ, 3 શખ્સોને દબોચ્યા

સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં પોલીસે દારૂની હેરાફેરી કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. કઠોરગામની માનસરોવર રેસિડેન્સીમાં કરવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સફળ ઓપરેશનમાં પોલીસે ૩ આરોપીઓની ઘટનાસ્થળેથી ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપીઓ સહિત ૨ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બાતમીના આધારે ઉત્રાણ પોલીસે કઠોરગામની માનસરોવર રેસિડેન્સીના પાર્કિંગમાં તપાસ કરી હતી. આ દરમિયાન ત્યાં ઉભેલી એક સફેદ કલરની ટાટા હેરિયર કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી કુલ ૧૮૦૦ નંગ દારૂ-બિયરની બોટલો જપ્ત કરી છે, જેની બજાર કિંમત ૪,૯૯,૬૮૦ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે દારૂ ઉપરાંત આ ગુનામાં વપરાતી ટાટા હેરિયર કાર અને ૩ મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે, જેથી કુલ ૧૫,૧૩,૬૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો છે.
આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં દેવ ઉર્ફે દેવો રાઠોડ, દેવેન્દ્ર મદેશીયા અને અર્જુન અડાવનો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પકડાયેલ આરોપી દેવેન્દ્ર મદેશીયા અગાઉ પણ નવસારી રૂરલ અને પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો મંગાવનાર મેહુલ સભાડ અને દારૂ સપ્લાય કરનાર મુકેશ પટેલ ઉર્ફે નાનીયો સહિતના અન્ય બે ઈસમો ફરાર છે. પોલીસે આ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati