સુરતના રાંદેર વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં સામાન્ય બાબતમાં માતાએ ઠપકો આપતા 13 વર્ષીય કિશોરે અતિસંવેદનશીલ પગલું ભરીને ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાથી સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.ઘટના વિશે વાત કરતા મૃતક કિશોરના પરિવારજનોએ જણાવ્યું કે, ઘરમાં ભાઈ-બહેન વચ્ચે સામાન્ય મસ્તી ચાલી રહી હતી, ત્યારે માતાએ તેમને મસ્તી કરવાની ના પાડીને ઠપકો આપ્યો હતો.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, ઘટનાના થોડી જ મિનિટો પહેલાં બહેન આધાર કાર્ડ કે પાન કાર્ડ સુધારવા માટે બહાર ગઈ હતી અને આ દરમિયાન ઘરમાં એકલા રહેલા કિશોરે રૂમમાં જઈને આત્યંતિક પગલું ભરી લીધું હતું. આ દુર્ઘટના બાદ પિતાએ અન્ય વાલીઓ માટે સંદેશ આપતા જણાવ્યું છે કે, બાળકોને ક્યારેય વધુ પડતો રોષ ન કરવો અને તેમના વર્તન પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.

