Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
તાપીમાં પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા: નેશનલ હાઈવે 56 પર નવા બનેલા બ્રિજમાં પડ્યો મસમોટો ભૂવો, ભ્રષ્ટાચારની પોલ ખુલી

તાપીમાં પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા: નેશનલ હાઈવે 56 પર નવા બનેલા બ્રિજમાં પડ્યો મસમોટો ભૂવો, ભ્રષ્ટાચારની પોલ ખુલી

તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદમાં જ તંત્રની નબળી કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. વાપીથી શામળાજીને જોડતા નેશનલ હાઈવે પર ડોલવણ તાલુકાના ગડત ગામ પાસેથી પસાર થતા માર્ગ પર એક મોટો અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. અહીં હાઈવે પર તાજેતરમાં જ લાખો-કરોડોના ખર્ચે બનેલા એક નવા માયનોર બ્રિજ પર પહેલા જ વરસાદે મસમોટો ભૂવો પાડી દીધો છે, જેને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાઈવે 56 ના બ્રિજ પર ભ્રષ્ટાચારની ગંધઆ ઘટના નેશનલ હાઈવે નંબર 56 પર આવેલા નવા માઈનર બ્રિજ પર બની છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોનો આક્ષેપ છે કે આ બ્રિજના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેના કારણે માત્ર સામાન્ય વરસાદમાં જ બ્રિજ બેસી ગયો છે. નવા બનેલા આ બ્રિજના એપ્રોચ રોડની બંને બાજુએ મસમોટા ભૂવા પડી ગયા છે. આ હાઈવે રાજ્યના બે મહત્વના છેડા એટલે કે વાપી અને શામળાજીને જોડતો હોવાથી અહીં દિવસ-રાત ભારે વાહનોની અવરજવર રહે છે, જે હવે જોખમી બની ગઈ છે.
તંત્રની બેદરકારી સામે ઉઠ્યા સવાલોનવા નક્કોર બ્રિજની આટલી દયનીય હાલત થતાં નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી અને તેની ગુણવત્તા સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. વરસાદી માહોલ વચ્ચે હાઈવે પર પડેલો આ ભૂવો ગમે ત્યારે કોઈ મોટા અકસ્માતને આમંત્રણ આપી શકે છે. સ્થાનિકોએ આ મામલે તાત્કાલિક તપાસ કરીને દોષિત કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. હાલમાં આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati