Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વડાપ્રધાનની પોસ્ટ હટાવવા પર ઝકરબર્ગે માફી માગી; બાળ શૌષણ-ડિપફેક મામલે નિષ્ફળતા સ્વીકારી

વડાપ્રધાનની પોસ્ટ હટાવવા પર ઝકરબર્ગે માફી માગી; બાળ શૌષણ-ડિપફેક મામલે નિષ્ફળતા સ્વીકારી

મેટાનાં સીઈઓ ઝકરબર્ગે બુધવારે વડાપ્રધાન મોદીની ફેસબુક પોસ્ટ હટાવવા બદલ ભારત સરકારની માફી માગી હતી. આ માહિતી પીટીઆઈ એજન્સી એ સરકારી સૂત્રોનાં હવાલાથી જાહેર કરી હતી. કંપનીએ સાથે સ્વીકાર્યું કે- તેના પ્લેટફોર્મ પર બાળકોનાં સેક્યુઅલ એબ્યુઝ કન્ટેન્ટ, ડીપફેક અને કન્ટેન્ટ મૉડરેશન મામલે મોટી ભૂલ થયાની વાત પણ સ્વીકારી હતી.સમન પાઠવ્યા બાદ મેટાની ટીમ આઈટી મંત્રીને મળી મેટાની ગ્લોબલ ટીમે કંપનીનાં ગ્લોબલ અફેર્સ ચીફ જોએલ કેપલનનાં નેતૃત્ત્વમાં કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને આઈટી સેક્રેટરી એસ.
કૃષ્ણન સાથે મુલાકાત કરી હતી. આ બેઠક ગત મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફેસબુક પોસ્ટ હટાવ્યા બાદ સરકાર તરફથી પાઠવેલા સમન બાદ થઈ હતી.વાસ્તવમાં સરકાર વડાપ્રધાનનાં વીડિયો હટાવવા બદલ નારાજ હતી. વડાપ્રધાન મોદી એ પેપરલીક મામલે 23 જુલાઈ એ વીડિયો પોસ્ટ કર્યો હતો અને આવી ઘટનાઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની વાત કહી હતી. જોકે, મેટા અમુક સમય બાદ વીડિયો ફરી રિસ્ટોર કર્યો હતો.
સરકારે કહ્યું- મેટા જવાબદારીમાંથી છટકી શકે નહીંબેઠકમાં મેટા એ સ્વીકાર્યું કે- અમુક ખાસ પ્રકારનાં કન્ટેન્ટને પ્રમોટ કરવા માટે મોટી રકમ ખર્ચવામાં આવી હતી.

આ કારણે પ્લેટફોર્મ પર ગેરકાયદે કન્ટેન્ટ પણ પ્રમોટ થયું હતું. જોકે- સૂત્રોએ કન્ટેન્ટ મામલે સ્પષ્ટતા કરી નહોતી. સરકારે મેટાને કહ્યું કે- આઈટી નિયમો હેઠળ તે પોતાને માત્ર મધ્યસ્થી કહી ના શકે. મેટા જ નક્કી કરતું હોય છે કે- કયું કન્ટેન્ટ યુઝર પાસે પહોંચશે. સૂત્રો એ કહ્યું કે- આગળ પણ મેટાના અધિકારીઓને બોલાવાશે. સરકારે ડીપફેક, અલ્ગોરિધમિક પક્ષપાત સહિતના મુદ્દા પણ ઉઠાવ્યા હતા.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Tv13 Gujarati