અમિત ઠાકોર, વડોદરાવડોદરાના રાવપુરા વિધાનસભા બેઠક પરથી સતત પાંચ ટર્મ સુધી ધારાસભ્ય રહેલા યોગેશ પટેલ (યોગેશ કાકા)નું નિધન થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડોદરાના નાગરિકો, વેપારીઓ અને રાજકીય અગ્રણીઓએ ભેગા મળીને લોકપ્રિય નેતાને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી.
વેપારીઓનો અનોખો આદર: બજારો રહ્યા સંપૂર્ણ બંધયોગેશ કાકાના માનમાં અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વડોદરાના વેપારીઓએ એક અનન્ય પહેલ કરી હતી.
વેપારીઓનો અનોખો આદર: બજારો રહ્યા સંપૂર્ણ બંધયોગેશ કાકાના માનમાં અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વડોદરાના વેપારીઓએ એક અનન્ય પહેલ કરી હતી.
રાવપુરા મેઇન રોડની તમામ નાની-મોટી દુકાનો અને બજારો આજે સ્વયંભૂ બંધ રહ્યા હતા. પોતાના વિસ્તારના લાડીલા ધારાસભ્ય પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ રાખીને શોક પ્રગટ કર્યો હતો.
રાવપુરા સાથે પાંચ દાયકાનો અતૂટ નાતોયોગેશ પટેલ માત્ર એક રાજકારણી નહોતા, પરંતુ રાવપુરાની જનતા માટે પરિવારના સભ્ય સમાન હતા. તેમણે પાંચ ટર્મ સુધી રાવપુરા વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરીને વિસ્તારના વિકાસમાં સિંહફાળો આપ્યો હતો. તેમની સરળતા, લોકહિતના કાર્યો અને પ્રજાની વચ્ચે રહેવાની આદતને કારણે જ તેઓ લોકોમાં 'યોગેશ કાકા' તરીકે અમર થઈ ગયા.

અંતિમ યાત્રામાં જનમેદની ઉમટીતેમની અંતિમ યાત્રામાં વડોદરાના હજારો નાગરિકો, પ્રશંસકો અને વિવિધ પક્ષના રાજકીય નેતાઓ જોડાયા હતા. લોકોએ ભીની આંખે પોતાના લોકનેતાને યાદ કર્યા હતા અને વડોદરાએ એક સાચા લોકસેવક ગુમાવ્યા હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. યોગેશ કાકાની વિદાયથી વડોદરાના જાહેર જીવનમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.