વાઘોડિયા નગરમાં છેલ્લા ઘણા સમયથી રખડતી ગાયોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, જે અંગે સત્તાધિશોનું વારંવાર ધ્યાન દોરવા છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા અધિકારીઓને લોકોની ફરિયાદો સંભળાતી નથી. જ્યારે પશુપાલકો મનમાની કરી ઢોરોને રખડતા મૂકી દે છે, જેના કારણે નાના મોટા અકસ્માતો થતાં રહે છે. વાઘોડિયા નગરના મુખ્ય ચાર રસ્તા જય અંબે પાસે તેમજ રેલવે સ્ટેશન પાસે પણ સતત વાહન વ્યવહારથી ધમધમે છે.

