~ સચિન કુલકર્ણી, વલસાડ. * વલસાડનો એ નિવૃત્ત અધિકારી કોણ કે જે બન્યો છે વ્યાજ ભૂખ્યો? જરુરીયા મંદો ને ઊંચા વ્યાજે નાણા આપીને પઠાણી વસુલી કરતો હોવાની ઉઠી રાવ : ટૂંક સમયમાં અધિકારી સામે પોલીસ ફરિયાદ ના વર્તાઈ રહ્યા છે એંધાણ* મહત્વના ખાતામાં કામ કરીને પોલીસ સાથે મજબુત ઘરોબો ધરાવતો આ અધિકારી લોકો ને પોલીસ નો ડર બતાવતો હોવાની ચર્ચા : અનેક લોકો પાસે અધધ વ્યાજ ઉસેટી કર્યા પાયમાલ
સૂત્રો અનુસાર, આ અધિકારી પહેલા એક મહત્વપૂર્ણ સરકારી વિભાગમાં ફરજ બજાવી ચૂક્યો છે અને પોલીસ સાથે મજબૂત ઓળખાણ ધરાવે છે. આ ઓળખાણનો લાભ લઈ તે લોકોમાં ડર પેદા કરીને નાણાં વસૂલતો હોવાનો આરોપ છે. અનેક લોકો પાસેથી ભારે વ્યાજ વસૂલ કરીને તેમને આર્થિક રીતે પાયમાલ કરી દીધા હોવાની ચર્ચા ચાલી રહી છે.
વ્યાજખોરીના આ જાળમાં ફસાયેલા લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. આરોપ મુજબ આ અધિકારી બહારથી શાંત અને સૌમ્ય દેખાતો હોવા છતાં, અંદરથી વ્યાજના ધંધામાં ખુબજ ચતુર છે. તે ૫ ટકાથી વ્યાજ શરૂ કરીને, વ્યક્તિની જરૂરિયાત મુજબ વ્યાજદર વધારતો હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, લોકોને પોતાના જાળમાં ફસાવી તેમની મિલકતો પણ પોતાના નામે કરાવી લેતો હોવાનો આરોપ છે.
માહિતી મુજબ, નિવૃત્તિ બાદ પણ આ અધિકારી પોતાની જૂની ઓળખાણનો ઉપયોગ કરીને લોકોને પોલીસનો ડર બતાવી દબાણ બનાવે છે. કરોડો રૂપિયાનું ધિરાણ કરીને દર મહિને લાખો રૂપિયાનું વ્યાજ વસૂલતો હોવાનો અંદાજ છે.
જો કોઈ વ્યક્તિ સમયસર વ્યાજ ચૂકવી શકતો ન હોય, તો તેને કાનૂની કાર્યવાહીનો ડર બતાવી દબાવવામાં આવતો હોવાનો પણ આક્ષેપ છે. તાજેતરમાં એક પીડિત પાસેથી કરોડોની મિલકત પોતાના નામે કરાવી લીધા બાદ પણ વધુ નાણાં વસૂલવાનો પ્રયાસ ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આવા અનેક કિસ્સાઓ સામે આવતા હવે પીડિતો પોલીસનો દરવાજો ખખડાવવાની તૈયારીમાં છે. જો ફરિયાદ નોંધાશે તો આ સમગ્ર મામલો વધુ ગંભીર વળાંક લઈ શકે છે અને આ નિવૃત્ત અધિકારી કાયદાની ઝપેટમાં આવી શકે છે.
Follow TV13 Gujarati on Social Media:----------------Website: https://www.tv13gujarati.com/Facebook: https://www.facebook.com/tv13gujarati/YouTube: https://www.youtube.com/@tv13gujaratidigitalTwitter: https://x.com/tv13gujaratiInstagram: https://instagram.com/tv13gujaratiLinkedIn: https://www.linkedin.com/company/9095...WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2UWhatsApp Group: https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB

