Thursday, 16 Jul, 6.57 pm TV9 ગુજરાતી

દુનિયા
ભારતમાં સમગ્ર દુનિયાને કોરોના વેક્સીન આપવાની ક્ષમતા: બિલ ગેટ્સ

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટસે કહ્યું કે ભારતની પાસે એટલી ક્ષમતા છે કે તે સમગ્ર દુનિયા માટે કોવિડ-19ની વેક્સીન બનાવી, તેને સપ્લાય કરી શકે. ભારતીય દવા ઉદ્યોગ માત્ર પોતાના દેશ માટે જ નહીં પણ સમગ્ર દુનિયા માટે વેક્સીન બનાવવાની ક્ષમતા છે. બિલ ગેટ્સે કહ્યું કે ભારતીય દવા ઉદ્યોગ ભારતમાં કોરોના દર્દીઓની દવા આપી શકે છે. સાથે જ તે પુરી દુનિયાના દર્દીઓ માટે પણ કોરોના વાઈરસની વેક્સીનનો સપ્લાય કરી શકે છે.

ગેટ્સે કહ્યું કે ભારતમાં કોરોના વાઈરસની વેક્સીનને લઈ ખુબ મહત્વપૂર્ણ કામ થયા છે. માત્ર વેક્સીન બનાવવાને લઈને જ નહીં પણ કોરોનાથી જોડાયેલા રિસર્ચમાં પણ ભારતીય વૈજ્ઞાનિક અને દવા કંપનીઓએ દુનિયાની ખુબ મદદ કરી છે. ગેટ્સ ડિસ્કવરી પ્લસ ચેનલની ડૉક્યુમેન્ટ્રી 'કોવિડ-19: ઈન્ડિયાઝ વોર અંગેસ્ટ ધ વાઈરસ'માં ભારતના સમર્થનમાં બોલતા નજર આવ્યા. બિલે ગેટસે એ પણ કહ્યું કે ભારતમાં વધારે આબાદી અને શહેરોમાં જનસંખ્યા વધારે હોવાના કારણે કોરોના વાઈરસને ખત્મ કરવામાં મુશ્કેલી આવી રહી છે.

પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું નિધન, હ્રદયનો હુમલો આવ્યા બાદ એઈમ્સમાં દાખલ કર્યા હતા

ગેટ્સે વધુમાં કહ્યું કે ભારતીય દવા ઉદ્યોગ સામાન્ય દિવસોમાં પણ દુનિયાના કોઈ પણ દેશથી વધારે વેક્સીન વિકસિત કરે છે, તેને બનાવે છે અને દુનિયાભરમાં સપ્લાય કરે છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ સૌથી મોટી દવા કંપની છે. તે સિવાય બાયો ઈ, ભારત બાયોટેક જેવી ઘણી દવા કંપનીઓ છે. જે કોરોના વાઈરસની વેક્સીન માટે કામ કરી રહી છે. માત્ર કોરોના વાઈરસ જ નહીં આ દવા કંપનીઓ દરેક પ્રકારની બીમારીઓની સારવાર શોધવા માટે કામ કરતી રહે છે.

અમદાવાદની APMC માં કોથમીરના મહત્તમ ભાવ રહ્યા રૂ.200, જાણો જુદા-જુદા પાકોના ભાવ

ગેટ્સે જણાવ્યું કે ભારત કોલિશન ફોર એપેડેમિક પ્રીપેઅર્ડનેસ ઈનોવેશન્શ (CEPI) નામના સમૂહમાં સામેલ થયું છે. જેથી દુનિયાભરની દવા કંપનીઓની સાથે મળી કોરોના વાઈરસની વેક્સીન પર રિચર્સ, ડેવલપમેન્ટ, ઉત્પાદન અને સપ્લાય કરી શકે. ભારતીય દવા કંપનીઓ પાસે એટલી ક્ષમતા છે કે તે કોરોના વાઈરસથી થતાં મોતના દરને ઓછો કરી શકે છે. ગેટ્સે કહ્યું કે તેમનું ફાઉન્ડેશન ભારત સરકાર, બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ, ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ અને પ્રિન્સીપાલ સાઈન્ટીફિક એડવાઈઝરની ઓફિસ સાથે સતત સંપર્કમાં છે.

Oops, something went wrong.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Tv9 Gujarati
Top