Tuesday, 08 Oct, 7.40 am TV9 ગુજરાતી

તાજેતરમાં
મુથૈયા મુરલીધરનનો રેકોર્ડ તોડશે રવિચંદ્રન અશ્વિન?

રવિચંદ્રન અશ્વિને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઈતિહાસ રચી દીધો છે. અશ્વિને શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનના રેકોર્ડની બરાબરી કરી. અશ્વિન સૌથી વધારે 350 ટેસ્ટ વિકેટ મેળવનારા બોલર બની ગયા છે અને સાથે જ અશ્વિન ટેસ્ટમાં સૌથી વધારે 250થી 300 વિકેટ લેનારા બોલર પણ છે.

રેકોર્ડની દ્રષ્ટિએ વિકેટ લેવાની અશ્વિનની ગતિએ તેને વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોની યાદીમાં સ્થાન આપ્યું છે. સવાલ એ છે કે શું અશ્વિન મુરલીધરનના સૌથી વધારે વિકેટ લેવાના રેકોર્ડને પાછળ છોડી શકે છે? ઉલ્લેખનીય છે કે અશ્વિનની ઉંમર અને ટીમમાં જગ્યા બનાવવા માટે બાકી સ્પિનર્સથી તેમની પ્રતિસ્પર્ધાને જોતા ખુબ જ મુશ્કેલ ટાસ્ક છે.

અશ્વિન હાલમાં 33 વર્ષના છે એટલે કે તે લગભગ 5 વર્ષ ક્રિકેટ રમી શકે છે. જો અશ્વિન દરેક વર્ષે 10 મેચ રમે તો તે આગામી 5 વર્ષમાં લગભગ 50 ટેસ્ટ રમી શકે છે. અશ્વિન દરેક મેચમાં 5 વિકેટ મેળવે છે. તેનો મતલભ છે કે આગામી 50 ટેસ્ટમાં તે લગભગ 250 વિકેટ પોતાના નામે કરી શકે છે. એટલે કે તેમના કરિયરને ખત્મ થવા સુધી લગભગ 600 વિકેટ તેમના નામ થશે.

ત્રિશૂળિયા ઘાટ પર અકસ્માતના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો! જુઓ

જ્યારે મુરલીધરન ટેસ્ટમાં 800 વિકેટ છે. અશ્વિન અનિલ કુંબલેના રેકોર્ડની બરાબરી જરૂર પહોંચી શકે છે, કુંબલેએ તેમના કરિયરમાં 619 વિકેટ પોતાના નામે કરી છે. અશ્વિન પોતે પણ રેકોર્ડ વિશે વધારે વિચારતા નથી. અશ્વિન બેઝિક્સ પર એટલુ ધ્યાન આપે છે, એટલુ જ ધ્યાન તે વેરિએશન પર પણ રાખે છે.
વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં અશ્વિને 8 વિકેટ પોતાના નામે કરી. પ્રથમ ઈનિંગમાં 7 વિકેટ મેળવી અને બીજી ઈનિંગમાં 1 વિકેટ લીધી અને ભારતીય ટીમ માટે જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.

શું સરકારની દાનત ભરતી કરવાની નથી? જાણો ક્યાં કારણે પરીક્ષા થઈ રદ

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Tv9 Gujarati
Top