Wednesday, 06 Jan, 5.19 pm Vatsalya News

હોમ
અરવલ્લી મહિલા હેલ્પલાઇનની વર્ષ દરમિયાન ની પ્રસંશનીય કામગીરી

અહેવાલ

માલપુર :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી મહિલા હેલ્પલાઇનની વર્ષ દરમિયાન ની પ્રસંશનીય કામગીરી

કોરોના મહામારી વચ્ચે અરવલ્લી માં ઘરેલુ હિંસાના ૬૫૬ સહિત હેરાનગતિના ૨૨૦ કૉલ મળ્યા.

કોવિડ-૧૯ ના સમયગાળા દરમિયાન પણ ઘરેલુ હિંસાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. લોકડાઉનનાં સમયમાં પણ અભયમ ટીમ દવર ૨૪ કલાક પોતાના જાનના જોખમ સાથે કોવિડ પ્રોટોકોલ સાથે પીડિત મહિલાઓને મદદ પુરી પાડીને ઉમદા કામગીરી પુરી પાડેલ છે જે મહિલાઓને સુરક્ષાનું વચન આપતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન પર આવતા દરેક ફોનમાં ક્યાંકને ક્યાંક એની તકલીફ છુપાયેલી હોય છે કોઈપણ પીડિત મહિલા સાથે થતી જાતીય હિંસા,માનસિક,આર્થિક,શારીરિક કાર્યના સ્થળે થતી જાતીય સતામણી છે. લગ્નજીવનમાં થતો વિખવાદ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી થતી હેરાનગતિ,છેડતી,રેપ કેસ એવી બધી જ પરેશાનીઓમાં એ અભયમ હેલ્પલાઈન મદદ કરવા માટે ૨૪ કલાક તૈયાર રહે છે.આ હેલ્પલાઈન માત્ર હેલ્પલાઈન જ નથી પરંતુ એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે મળતો સહકાર છે. જેમાં અરવલ્લી ૧૮૧ અભયમ ને વર્ષ ૨૦૨૦ દરમિયાન ઘરેલુ હિંસાના ૫૬૫ તેમજ પાડોશી ઝઘડો-છેડતી-ચાઈલ્ડ મેરેજ જેવી અનેક હેરાન પરેશાનીના ૨૨૦ કૉલ મળેલા.આ સાથે વર્ષ ૨૦૧૫ થઈ વર્ષ ૨૦૨૦ સુધીમાં કુલ ૪૭૦૩ પીડિત ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને મદદ પુરી પાડવામાં આવેલ છે.કોવિડ-૧૯ ના સમયગાળા દરમિયાન પણ ઘરેલુ હિંસાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. લોકડાઉનનાં સમયમાં પણ અભયમ ટીમ દવર ૨૪ કલાક પોતાના જાનના જોખમ સાથે કોવિડ પ્રોટોકોલ સાથે પીડિત મહિલાઓને મદદ પુરી પાડીને ઉમદા કામગીરી પુરી પાડેલ છે જે ખરેખર મહિલા સશક્તિકરણ નું એક શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થાય છે

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vatsalya News
Top