Wednesday, 06 Jan, 3.57 pm Vatsalya News

હોમ
બોટાદ ક્ષત્રિય રાજપૂત સમાજ તથા કરણી સેના નાં યુવાનો દ્વારા એસ પી બોટાદ નેં આવેદનપત્ર આપવામાં આવ્યું

બોટાદ ખાતે તારીખ 2 /1/ 2021 ના રોજ બોટાદ જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ એવા જુવાનસિંહ મકવાણા પર બોટાદ ખાતે નાગલપર દરવાજા પાસે હીચકારો હુમલો કરવામાં આવેલ હતો અને લોખંડના પાઇપ તેમજ અન્ય સાધનો વડે ગંભીર ઇજા પહોંચાડવામાં આવેલ હતી આ જુવાનસિંહ મકવાણા ઉપર વારંવાર હુમલા કરવામાં આવતા હોય જેના અનુસંધાને તેમના ઘરે પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવેલ છે તેમ છતાં બોટાદ ખાતે આરોપીઓ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો આ બાબતે જુવાનસિંહ મકવાણાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે

બોટાદ ખાતે રાજપૂત સમાજ દ્વારા તેમજ કરણી સેના ના યુવાનો દ્વારા આવી રીતે અવારનવાર હુમલા થતા હોય આરોપીઓને તાત્કાલિક પકડી મંગાવી દાહોદ તેની ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે આજરોજ બોટાદ એસપી કચેરીએ આવેદન પત્ર આપવામાં આવેલ હતું

રિપોર્ટર દિલીપ ચાવડા બોટાદ

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vatsalya News
Top