Wednesday, 06 Jan, 5.31 pm Vatsalya News

હોમ
ડભોઇ શહેરના બજારોમાં શિયાળાની શરૂઆત થતાં જ વિવિધ પ્રકારના શાકભાજીનું આગમન

ડભોઇ શહેરના બજારોમાં શિયાળાની શરૂઆત થતાં જ વિવિધ પ્રકારના શાકભાજીનું આગમન

જુનેદ ખત્રી ડભોઇ

શિયાળાના આગમન સાથે જ બજારમાં લીલા શાકભાજીનું આગમન થઈ જાય છે. બજારોમાં વિવિધ પ્રકારના શાકભાજી જોવા મળતા હોય છે. લીલાં શાકભાજીની સાથે સાથે હાલ મેથી તેમજ પાલકની ભા નવજીની માંગ વધુ રહેતી હોય છે. સાથે સાથે ઠંડીની ઋતુ ની મોસમને લઈને લારી-હોટલ તથા ધરો માં મેથીના ગોટાનું ચલણ વધતા ડભોઇ નગરના શાકભાજી બજારમાં વિવિધ પ્રકારની ભાજીનો જથ્થો ઠલવાઈ રહ્યો છે.ડભોઇ શહેરના બજારોમાં શિયાળાની શરૂઆત થતાં જ વિવિધ પ્રકારના શાકભાજીનું આગમન થઈ રહ્યું છે. શાકભાજી માટે શિયાળો ઘણો માફકસર હોવાથી આ ઋતુમાં ખેડુતો પોતાના ખેતરમાં વિવિધ પ્રકારના શાકભાજી ઉગાડતા હોય છે. જેના કારણે અન્ય ઋતુમાં ઓછાં પ્રમાણમાં જોવા મળતા શાકભાજી શિયાળામાં ભરપૂર અને તાજા શાકભાજી મળી રહે છે. હાલ લીલા શાકભાજીનું બજારમાં આગમન થતાં ગૃહિણીઓ માટે પસંદગીના અનેક વિકલ્પો મળી રહે છે. શિયાળામાં ભાજીનો આહાર સ્વાસ્થ્ય માટે સારો હોવાથી તેની માગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ડભોઇ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો પોતાના ખેતરમાં વિવિધ પ્રકારની ભાજી ઉગાડી વહેલી સવારે જથ્થાબંધ માત્રામાં મેથી, પાલક, સવા જેવી વિવિધ પ્રકારની ભાજી શહેરમાં શાકભાજીના બજારોમાં વેચાણ અર્થે ઠાલવી રહ્યા છે.

શિયાળાની મોસમને લઈને મેથી અને પાલકના ભજીયાની માંગ પણ વધુ રહેતી હોય છે. ડભોઇ શહેર સહિત જિલ્લાભરમાં ભજીયાનો ભાવ લગભગ ૧૨૦ થી ૧૫૦ રૂપિયા પ્રતિ કિલો હોવા છતાં દિવસ દરમ્યાન હજારો કિલો ઉપરાંત મેથીના ભજીયા લોકો આરોગી જાય છે. જેના કારણે મુખ્ય શાકભાજીનું આગમન થતાં તેનો ઉપાડ પણ વધ્યો છે. સાથે સાથે વિવિધ પ્રકારની ભાજીની માંગ વધતા મોટા શાકમાર્કેટમાં આવતા છુટક વેપારીઓ દ્વારા માંગ વધી છે. મોટા શાકમાર્કેટમાં ગણતરીના કલાકોમાં જ ભાજીનો જથ્થો ખાલી થઈ જાય છે. બીજી તરફ કેટલાક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પોતાના ગામ નજીક થી પસાર થતા હાઈવે માર્ગ નજીક શાકભાજીની સાથે સાથે મેથી-પાલકની ભાજી લઈને વેચાણ કરતા નજરે પડે છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Vatsalya News
Top